રાજકોટ PGVCL દ્વારા પોતાના ગ્રાહકો ફ્રોડનો શિકાર ના થાય તે માટે અપીલ કરીને કહ્યું SMSથી કોઈપણ માહિતી કે OTP માંગે તો આપવા નહિ.
PGVCL દ્વારા ગ્રાહકોને કરાઇ અપીલ
PGVCLના તમને કોઇ મેસેજ કરે છે તો અમને પહેલા જાણ કરો.હાલના સમયમાં લોકો પાસેથી મેસેજ મોકલીને અને OTP માંગીને છેતરપિંડી કરવાની ધટના બની રહી છે અને બીજી બાજુ ગામડાઓના લોકો ભોળા હોય છે અને જેના કારણે PGVCL તરફથી સુચના આપવામાં આવી છે કે કોઇને ના આપો અમારા નામથી હોય તો અમને જાણકારી પહેલા આપો.રાજકોટમાં પણ આવી રીતે OTP લઇને છેતરપિંડી ના કરે જેના માટે અપિલ કરવામાં આવી છે.
અત્યારના સમયમાં લોકો સોશ્યલ મડિયા તરફ વળ્યા છે અને તેને લઇને હવે છેતરપિંડીના કેસો પણ સામે આવી રહ્યા છે.DaniData નામની એપ હજુ કાલની જ છે.તેમાં દાની ડેટા એપમાં ફૂટબોલ મેચ પર સટ્ટો રમાડતા અને લાલચમાં આવીને પૈસાઓ લગાડી રહ્યા હતા.200થી 300 કરોડનું કૌભાંડ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આવા જ બનાવો બની રહ્યા છે જેના કારણે ચેતીને રહેવું જરૂરી છે.