અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપાલટી સંચાલિત શારદાબહેન હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડન્ટ ડોક્ટર પાર્થ પટેલે આત્મહત્યા કરી હતી. ડોક્ટરે કયા કારણસર પોતાના હાથ પર ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી તે હજુ રહસ્યમય છે. આ અંગે શહેરકોટડા પોલીસે ગનુો નોધી તપાસ હાથ ધરી છે. જોકે થોડા સમય પહેલા તેમની સગાઇ તુટી જવાના કારણે આત્મહત્યા કરી હોવાની શંકા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શારદાબેન હોસ્પિટલના હોસ્ટેલમાં રહેતા પાર્થ પટેલ રેસિડેન્ટ ડોક્ટર છે. તેઓ મૂળ ગાંધીનગર જિલ્લાના વતની છે થોડા સમય અગાઉ તેમની સગાઇ ઉઠી ગઈ હતી. જેના કારણે તેમણે હાથમાં હત્યા કરી હોવાની શંકા આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે વધુમાં જણાવ્યુ હતુ કે, ગઈકાલે રાત્રે તેઓ તેમના મિત્રો સાથે વાતચીત કરી હતી પણ તે સમયે કોઇ સમસ્યા કે અન્ય કોઇ દબાણમાં હોય તેમ લાગી રહ્યું ન હતુ.
પોલીસે જણાવ્યું હતુ કે, ડોક્ટર પાર્થ પટેલ હોસ્ટેલમાં ગુરુવારે સવારે બેભાન હાલતમાં મળ્યા હતા. આ વાતની જાણ થતા તાત્કાલિક મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી પરંતુ તેઓનું મોત થઇ ગયું હતુ. તેમણે પોતાના હાથે ઇન્જેક્શન મૂકીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. તેમના કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી જ્યારે તેમના ફોનમાં કોઈ વિગત હોય તો તેને તપાસ માટે મોકલવામાં આવશે. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.