સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડોકટરોએ સત્યનારાયણની કથા કરી કર્યો વિરોધ

| Updated: April 6, 2022 6:01 pm

સુરત નવી સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડોક્ટરો, શિક્ષકો તેમજ અધિકારીઓ એનપીપીએમાં વધારા સહિતની માંગણીઓને લઈ સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. જેથી સિવિલમાં સોમવારે 100થી વધુ પ્લાન સર્જરી ટાળવામાં આવી હતી.સોમવારે માંગ ન સ્વીકારતા આજે ત્રીજા દિવસે પણ તબીબો હડતાળ પર રહ્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડોકટરો દ્વારા સત્યનારાયણની પૂજા કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સમગ્ર રાજ્યમાં આશરે 10 હજાર કરતા વધુ ડોકટરો સતત બીજા દિવસે પોતાની માંગને લઈ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ ડોકટરો હડતાળ પર રહેતા સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. જેથી સતત ત્રીજા દિવસે તબીબો અળગા રહ્યા હતા જેને પગલે અમરનાથ યાત્રા માટેની તબીબી તપાસ તેમજ ફિટનેસ પ્રમાણપત્ર સહિતની કામગીરી સ્થગિત રહી હતી. ત્યારે બુધવારે મેડિકલ કોલેજ ખાતે તબીબો સત્યનારાયણ ભગવાનની કથા તેમજ ઓર્ગન ડોનેશન માટે પ્લેજ કરી વિરોધ વ્યકત કરાયો હતો.

ડો. પારૂલ વડગામાએ જણાવ્યું કે બુધવારે કોલેજના નવા બિલ્ડીંગના પાર્કિંગ ખાતે તબીબી શિક્ષકો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે. આ સાથે ઓર્ગન ડોનેશન અંગે પ્લેજ પણ લેવામાં આવશે અને અનોખી રીતે વિરોધ વ્યકત કયો હતો. ઉલ્લેખનીય છે કે તબીબો લડી લેવાના મૂડમાં હોઈ એમ કોરોનાકાળ દરમિયાન રાત-દિવસ ફરજ બજાવનારા તબીબોની પડતર માગણીઓનો ઉકેલ ન આવતાં રાજ્યના 10 હજારથી વધુ સરકારી તબીબો સોમવારથી હડતાળ પર ઊતરી ગયા છે. ડોક્ટરો દ્વારા ત્રીજા દિવસે તેમની પડતર માગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરો દ્વારા જ્યાં સુધી તેમની માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

( અહેવાલ: મયૂર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.