અમદાવાદ સિવિલમાં તબીબોની હડતાળ યથાવત, 60 ટકા ઓપરેશન રદ્દ

| Updated: June 24, 2022 3:33 pm

અમદાવાદમાં તબીબોની હડતાળનો આજે દસમો દિવસ છે. તમામ ડોક્ટરો પડતર માંગણીઓને લઈ સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર બેઠા છે. આશરે 50 થી 60 ટકા ઓપરેશન રદ્દ કરી દેવામાં આવતા દર્દીઓમાં ભારે હાલાકી પણ જોવા મળી રહી છે. તો બીજી બાજુ જે પણ ઓપીડીમાં માટે આવે છે તેઓને પણ કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડે છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે દર્દીઓને મુશ્કેલી ના થાય એ માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. નોન ક્લિનિકલ સ્ટાફમાંથી 56 ડોક્ટરોને ક્લિનિકલ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જિલ્લામાંથી 90 મેડિકલ ઓફિસરોને ડેપ્યુટેશન પર ફાળવવામાં આવ્યા છે. 15 એનેસ્થેટિસ્ટ અમને ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 13 ફરજ પર હાજર થઈ ચૂક્યા છે. જે ઓપરેશન રદ્દ કરવા પડતા હતા હવે એવા કેસો ઘટશે. સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. ટુંક જ સમયમાં હડતાળનો અંત આવશે તેવી આશા રાખી રહ્યા છીએ.

રાજ્યના જુનિયર તબીબો દ્વારા તેમના પ્રશ્નો સંદર્ભે હાલ જે હડતાલ ચાલી રહી છે તે સંદર્ભે આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે આજે ગાંધીનગર અને ગોધરા ખાતે એમના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓના વિવિધ પ્રશ્નો અને રજુઆતો સાંભળી હતી તેમજ સૌને માનવસેવાના આ મહાયજ્ઞમાં જોડાઈ જવા અનુરોધ કર્યો હતો.

Your email address will not be published.