લોધિકામાં શ્વાને જંગલના રાજાને ઉભી પુછડીએ ભગાડ્યો

| Updated: May 10, 2022 8:05 pm

રાજકોટ પાસે આવેલ લોધિકામાં જંગલના રાજાએ છેલ્લા ચાર દિવસથી ધામા નાખતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પરતું એક ખેતરમાં શ્વાને સિંહને ઉભી પુછડીએ ભગાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક ખેતરમાં શ્વાન ભસતો ભસતો સિંહ પાછળ ભાગી રહ્યો છે અને સિંહ પણ થાકી ગયો હોય તે રીતે ધીમે ધીમે દોડી રહ્યો છે. તેમ છતાં શ્વાન તેનો પીછો છોડતો નથી અને સતત સાવજ પાછળ દોડી રહ્યો છે. આ વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

શનિવારે લોધિકાના સાંગણવા ગામે જોવા મળેલો સિંહ રાત્રે જૂની મેંગણી ગામે જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો સિંહદર્શન કરવા સમગ્ર પંથક ખૂંદી રહ્યા છે. દિવસે સાંગણવા ગામમાં જોવા મળેલો સિંહ રાત્રે એ જ જૂની મેંગણી ગામે જોવા મળતાં લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

Your email address will not be published.