ફિટનેસને બદનામ ન કરો, માનસિક તંદુરસ્તીને પણ એટલું જ મહત્ત્વ આપો

| Updated: September 5, 2021 12:49 pm

તાજેતરમાં એક જાણીતા એક્ટરનું હાર્ટ એેટેકના કારણે મૃત્યુ થયું તેનાથી લોકો દુખી છે અને તેમને આંચકો લાગ્યો છે. આ ઘટના પછી આપણે બધા આપણી જીવનશૈલી કેટલી સારી-ખરાબ છે તેની ચર્ચા કરવા લાગ્યા છીએ.

લોકો કહે છે કે, “તે ફીટ હતો અને છતાં હાર્ટ એટેક આવ્યો. તો પછી જિમમાં જવાનો કે યોગ્ય આહાર લેવાનો શું ફાયદો?” આ રીતે વિચારવું યોગ્ય નથી.
એક વાતનો સ્વીકાર કરો કે આપણે બધાએ એક એક્સપાયરી ડેટ સાથે જ જન્મ લીધો છે. આપણામાંથી કોઈ અમર નથી. આપણી ફિટનેસ અને એકંદર હેલ્થની કાળજી રાખીને આપણે આપણા જીવનને વધુ જીવંત બનાવીએ છીએ. આપણે વધુ સારું કામ કરી શકીએ છીએ, વધુ સારી રીતે વિચારી શકીએ છીએ, બીજાને મદદ થઈ શકીએ છીએ, આ દુનિયામાં આપણને જે થોડોઘણો સમય મળ્યો છે તેને આનંદથી માણી શકીએ છીએ.
હા, આપણે પ્રોએક્ટિવ થવું પણ જરૂરી છે. જેમ કે નિયમિત રીતે બોડી ચેક-અપ કરાવવું તથા હૃદયની તંદુરસ્તી પર નજર રાખવી. આ ઉપરાંત આપણે આલ્કોહોલ, ધુમ્રપાન અને ડ્રગ્સથી પણ દૂર રહેવાની જરૂર છે. કેફી પદાર્થોનો ઉપયોગ તમારી તંદુરસ્તને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે પૂરતું ઉંઘીએ નહીં, તંદુરસ્ત જીવનશૈલી ન જાળવીએ, આપણા સંબંધો સુધારવા માટે કામ ન કરીએ અથવા માનસિક આરોગ્યની પરવા ન કરીએ અને પછી તંદુરસ્ત જીવનની અપેક્ષા રાખીએ, તો તે વાજબી નથી.

અર્થપૂર્ણ જીવન જીવવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે:

  1. अति सर्वत्र वर्जयेत् – કોઈ પણ ચીજનો અતિરેક નુકસાનકારક છે.
    વધારે પડતી કસરત કરવી, ભૂખ્યા રહેવું અને અપૂરતું પોષણ લેવું, શરીર પાસેથી વધારે પડતી અપેક્ષા રાખવી, વગેરે શરીરને નુકસાન કરશે. તમારા શરીરની જરૂરિયાતો સમજો અને ધીમે ધીમે સુધારો કરો.
  2. માત્ર ઇન્સ્ટાગ્રામ પર સુંદર દેખાવાનો મોહ ન રાખો.
    તમારી તંદુરસ્તીમાં ઘણા પરિબળોનો સમાવેશ થાય છે જેમ કે તંદુરસ્ત જીવનશૈલી જ્યાં તમારી હૃદયની તંદુરસ્તી સારી છે, તમે પૌષ્ટિક ખોરાક ખાઈ રહ્યા છો … મૂળભૂત રીતે, તમે સુખી હોવ.
  3. માનસિક તંદુરસ્તીનું પણ એટલું જ મહત્ત્વ છે.
    તમારી આસપાસ એવા લોકો રાખો જે જીવનમાં તમારો ઉત્સાહ વધારે, જેની સાથે તમે તમારું દુખ વહેંચી શકો. આપણે સામાજિક પ્રાણી છીએ. આપણે જરૂરી હૂંફ વિના જીવી શકતા નથી. તે તમને ડિપ્રેશન, ભાવનાત્મક દબાણ અને વિધ્વંશાત્મક વર્તનથી બચાવશે.
સપના વ્યાસ એક અમેરિકન કાઉન્સિલ ઓન એક્સરસાઇઝ (ACE) પ્રમાણિત – વેઇટ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ અને હેલ્થ કોચ છે. તે ફિટ ઇન્ડિયા આઇકોન છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જનરલ બોડીના પણ સભ્ય છે. યોગ્ય પોષણ અને વજન ઉપાડવાથી, તેમણે એક વર્ષમાં 33 કિલો વજન ઘટાડ્યું હતું. તેમનું પરિવર્તન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યું જે તેમને ફિટનેસ ક્ષેત્રમાં લાવ્યું.

Your email address will not be published. Required fields are marked *