ડોર ટુ ડોર મેગા ડ્રાઈવ: રાજકોટમાં 550 ટીમ ઘરે ઘરે શરદી-ઉધરસ, તાવના દર્દીઓને ફ્લુ કીટ આપશે

| Updated: January 26, 2022 3:58 pm

કોરોની સામે ભારતની સાથે સાથે અનેક દેશો કોરોનાની સામે લડાઇ કરી રહ્યા છે અને તેને લઇને અનેક કોરોનાની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવે છે જેના કારણે કોરોનાની સામે જંગ જીતી શકાય.ગુજરાત સરકાર તરફથી પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેને લઇને અનેક કામગીરી કરવામાં આવી રહી છે.ગુજરાતમાં ધણા જીલ્લાઓમાં ડોર ટુ ડોર મેગા ડ્રાઈવ શરૂ(Door to door mega drive) કરવામાં આવી છે.પ્રથમ ડોઝ બાદ 84 દિવસનો સમય વીતી જવા છતાં બીજો ડોઝ લેવા નહીં આવેલા લોકોની સંખ્યા 1.20 લાખ

રાજકોટમાં કોરોનાની સ્થિતિ અઠવાડિયાથી ખૂબ જ ખતરનાક બની જોવા મળી રહી છે અને તેની ત્યારે આવતીકાલે ગુરૂવારે બીજા ડોઝમાં બાકી લોકો માટે વેક્સિનેશનની મેગા ડ્રાઇવની (Door to door mega drive) જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત મનપા કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવી છે અને તેને લઇને ધરે ધરે જઇને તપાસ કરવામાં આવશે.અને શુક્રવારની જો વાત કરવામાં આવે તો 550 સર્વે ટીમ ઉતારવા નિર્ણય કરાયો હતો અને તેની સાથે શરદી, ઉધરસના દર્દીઓને ઘરે જઇને ફ્લુ કીટ આપવામાં આવી છે.રસીના બીજી ડોઝની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 1.20 લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી.

1.20 લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથીમનપા કમિશનરે જણાવ્યું હતું કે, કાલે ગુરૂવારે રાજકોટમાં મેગા વેક્સિન ડ્રાઇવ રાખવામાં આવી છે. પ્રથમ ડોઝ લીધા બાદ 84 દિવસનો સમય વીતી જવા છતાં બીજો ડોઝ લેવા નહીં આવેલા લોકોની સંખ્યા 1.20 લાખ જેટલી છે. આ તમામ લોકોના નામ અને ફોન નંબર આરોગ્ય શાખા પાસે છે. કોરોના સામે સંપૂર્ણ સુરક્ષા માટે વેક્સિનના બંને ડોઝ લેવા અનિવાર્ય છે. છતાં અનેક લોકો બીજા ડોઝથી દૂર ભાગે છે અને અમુક અંશે બેદરકારી પણ દાખવે છે.

આ પણ વાંચો: અમરેલી જિલ્લાના સવજી ધોળકિયા, ડાયમંડની ચમકથી પણ વધુ ચમક્યા

એડવાન્સમાં ફોન કરીને ટીમ આવતી હોવાની જાણ કરવામાં આવશે અને તેની સાથે ગુરૂવારે શહેરના તમામ વોર્ડ અને વિસ્તારમાં મનપાની રસીકરણ ટીમો ઘરે ઘરે જશે તેવી માહિતી આપવામાં આવી છે.આ સાથે બીજા ડોઝમાં બાકી નાગરિકોનું વધુમાં વધુ રસીકરણ થાય તેવા પ્રયાસો કરવાની જવાબદારી જે-તે આરોગ્ય કેન્દ્રના પ્રભારીઓને સોંપાય છે. વધુમાં વધુ લોકો રસી કરાવે અને તેની સાથે બીજા ડોઝમાં જેટલા લોકો બાકી છે તે વહેલામાં વહેલી તકે બીજો ડોઝ લઇ લેવા વિનંતી કરવામાં આવી છે

550 ટીમને તમામ 18 વોર્ડમાં ઉતારવામાં આવશે જોકે રાજકોટમાં બહારગામના ઘણા લોકો પણ ડોઝ લઇ ગયા છે. બીજી તરફ કોરોના સામેની લડાઇ વધુ મજબુત કરવા અને શંકાસ્પદ દર્દીઓને શોધવા ગત વર્ષની જેમ આરોગ્ય વિભાગની 550 ટીમને તમામ 18 વોર્ડમાં ઉતારવા નિર્ણય લેવાયો છે. શુક્રવારથી ટીમો જુદા જુદા વિસ્તારમાં ફરશે. ઘરે ઘરે જઇને પરિવારના સભ્યોની સંખ્યા, બિમારી અંગે પૂછપરછ કરશે. કોઇ પણ વ્યકિતને સામાન્ય શરદી, ઉધરસ જેવા લક્ષણ હોય તો હેલ્થ વર્કર દ્વારા સ્થળ પર જ ફ્લુ કીટ આપવામાં આવશે. પ્રથમ વખત આવા દર્દીઓને મહાપાલિકા ઘરે જઇને દવાનો કોર્સ આપવાની છે.

ઘરે જઇને દવા આપવાનું અભિયાન પણ પ્રથમ વખત શરૂ કરવામાં આવશે અને તેની સાથે સામાન્ય શરદી હશે તેમને તરત સારવાર મળે તેવું કરવામાં આવશે.2થી 3 ધન્વંતરિ રથ નિયમિત ફરતા કરવામાં આવ્યા છે બીજા ડોઝમાં બાકી નાગરિકોને રસી આપવાની સાથે સામાન્ય બિમાર લોકોને ઘરે જઇને દવા આપવાનું અભિયાન પણ પ્રથમ વખત શરૂ કરાઇ રહ્યું છે

Your email address will not be published.