ત્રીજો પક્ષ બનવા નીકળેલી AAP વિધાનસભા ચૂંટણી પહેલા પડી, ડો.મિતાલીબેન વસાવડા BJP માં જોડાયા

| Updated: January 26, 2022 1:13 pm

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આમદમી પાર્ટીને એક બાદ એક ઝટકાઓ લાગી રહ્યા છે. આજે ડો.મિતાલીબેન વસાવડા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જો કે, અગાઉ મહેશ સવાણીના રાજીનામું આપ્યું હતું.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડો.મિતાલીબેન વસાવડાએ (Dr. Mitaliben Vasavada joined the BJP) આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેઓ પહેલા આમ આદમી પાર્ટીના સભ્યો હતો. તેઓ આમ આદમી પાર્ટીના મહિલા અને આરોગ્યલક્ષી સેવા કાર્ય કરવાની ઈચ્છા હતી. આપ પાર્ટીમાં એક બાદ એક નેતાઓના રાજીનામાં બાદ વિધાનસભા ચૂંટણી જીતવું ભારે લાગી રહ્યું છે.

આ પણ વાંચો: ત્રીજો પક્ષ બનવા નીકળેલી આપ બેહાલ, દિગ્ગજ નેતા મહેશ સવાણીએ આપ્યું રાજીનામું

ડો.મિતાલીબેન વસાવડાએ (Dr. Mitaliben Vasavada joined the BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, મહિલા મોરચાના ઉપપ્રમુખ ડો.શ્રદ્ધાબેન રાજપુત, ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઇ ગજ્જર, સહ પ્રવકતા ડો. રૂત્વીજભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જેમાં આજે આપના દિગ્ગજ નેતા મહેશ સવાણીએ પાર્ટીનો સાથ છોડી દીધો હતો. ગુજરાતમાં ચૂંટણી પહેલા ફરી એકવાર રાજકારણ ગમવાયું છે. ત્રણ નેતાઓના રાજીનામાથી આપના અન્ય કાર્યકર્તા અને નેતાઓમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: મહેશ સવાણીને કોર્પોરેટર બહેનોએ રડતી આંખે પક્ષ નહીં છોડવા કરી વિનંતી

આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક નેતાઓ અલવિદા કહી રહ્યા છે. અગાઉ વિજય સુંવાળા તેમજ નિલમ વ્યાસ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યાં છે. એવામાં ત્રીજો પક્ષ બનવા નીકળેલી આપની ચૂંટણી પહેલા જ કમર ભાંગી ગઈ હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.

Your email address will not be published.