અમદાવાદમાં ડ્રગ અને ગાંજા સાથે ઝડપાયેલા ડીલરની જામીન અરજી રદ્દ

| Updated: September 30, 2021 6:00 pm

છ મહિના પહેલા ગુજરાત ATSએ એસજી હાઇવે પર ન્યુયોર્ક ટાવર સામે આવેલા અનુશ્રુતિ ટાવરમાં ગાંજો અને એમડી ડ્રગ્સ સહિત નશાની સિગરેટ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે આરોપી સાબરમતી જેલમાં છે. જે આરોપી દ્વારા અમદાવાદ સેસન્સ કોર્ટમાં જામીન પર મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્ટે નકારી જામીન રદ્દ કર્યા હતા.

સરકારી વકીલે આરોપીના જામીન સામે વાંધો ઉઠાવતા કોર્ટને જણાવ્યું હતું કે આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે ફરીથી યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવશે. જેથી આરોપીઓના જામીન નામંજૂર કરવા જોઈએ. કોર્ટે પણ હાલની ડ્રગ્સની ગંભીર પરિસ્થિતિ જોઈને આરોપીના જામીન રદ્દ કર્યા હતા.

ગુજરાત ATSને બાતમી મળી કે.એસજી હાઇવે પર આવેલા ફ્લેટના 7માં માળે કેટલાક યુવકો ગાંજો અને એમડી ડ્રગ્સ સહિત નશાની સિગરેટનો કાળો કારોબાર કરી રહ્યા છે અને યુવાધનને બરબાદ કરી રહ્યાં છે.તે બાતમીના આધારે ન્યુયોર્ક ટાવરમાં રેડ કરવામાં આવી હતી. જે રેડના આરોપી ઉંમગ પટેલને 2690 ગ્રામ ગાંજો, 22 ગ્રામ એમડી ડ્રગ્સ અને 40 ગાંજાની સિગરેટ મળી આવી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે આરોપીઓ એસજી હાઇવે પર આવતા યુવક યુવતીઓને નશાના રવાડે ચડાવી ગાંજો ભરેલી સિગરેટ અને એમડી ડ્રગ્સ વેચતા હતા. પોલીસને શંકા ન જાય તે માટે તેઓ વૈભવી ફ્લેટમાં નશાનો કાળો કારોબાર ચલાવતા હતા.

ATSએ તમામ આરોપીઓને મુદાલમાલ સાથે ઝડપી જેલ હવાલે કર્યા હતા.જેમાં એક આરોપી ઉમંગ પટેલ દ્વારા અમદાવાદ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા વકીલે કોર્ટને દલીલ કરી હતી કે આરોપી યુવક ઘણા સમયથી જેલમાં છે તેનો આ કેસમાં સીધો કોઈ રોલ નથી. જે મકાનમાંથી ડ્રગ્સ મળી આવ્યો છે તે તેની માલિકીનો નથી. જેથી હાલ તેને જામીન આપવા જોઈએ સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી પાસેથી ગાંજો અને એમડી ડ્રગ્સ મળી આવ્યો છે અને તેને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે ફરીથી યુવક યુવતીઓને ડ્રગ્સના રવાડે ચડાવશે. આરોપી યુવક ગાંજો અને ડ્રગ્સના વેપલામાં સીધો સંડોવાયેલા હોવાથી તેને જામીન ના આપવા જોઈએ. તમામ દલીલો બાદ સેસન્સ કોર્ટે ગુનાની ગંભીરતા જોઈને આરોપી ઉમંગ પટેલના જામીન નામંજૂર કર્યા હતા.

Your email address will not be published. Required fields are marked *