સુરતના ઓલપાડમાં ‘શોલે’ જેવા દ્રશ્યો : જુઓ દારૂના નશામાં યુવકનું કારસ્તાન

| Updated: September 30, 2021 7:23 pm

સુરતના ઓલપાડના બરબોધન ગામનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક યુવક દારૂના નશામાં વીજ ટાવર પર ચડી જતા ફિલ્મી દર્શ્યો સર્જાયા હતા.

ઓલપાડના બરબોધન ગામનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક યુવાન દારૂના નશામાં ગામમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈન પર ચડી ગયો હતો. થોડા સમય બાદ આ યુવકની હરકત ગ્રામ્ય લોકોને ધ્યાને આવતા સ્થાનિકો ત્યાં પહોચ્યા હતા અને સમજાવવાનું શરુ કર્યું હતું.

યુવકે તેના ઢોર ખોવાઈ ગયા છે એટલે ટાવર પર ચઢ્યો છું તેમ કહીને નાટકો કર્યા હતા. જોકે હાઈટેન્શન લાઈન પર વીજ કરંટ લગતા યુવક નીચે જમીન પર પટકાયો હતો. જે બાદ યુવકને વધુ સારવાર માટે સુરત સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના રવિવારના દિવસે બની હતી યુવાને દારૂના નશામાં વીજ પોલ પર ચડી જતા ગ્રામ્ય લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે યુવાનને વીજશોક લાગતા  તેના ધતિંગનો અંત આવ્યો હતો.  

Your email address will not be published. Required fields are marked *