મોંધવારીમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે જેને લઇને સામાન્ય જનતાને મોંધવારીનો માર ખાવાનો વારો આવ્યો છે.ખાવાના તેલની(Oil prices) સાથે અનેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ મળતી માહિતી અનૂસાર વિશ્વના સૌથી મોટા પામ તેલ ઉત્પાદક સ્થાનિક અછતને પગલે 28 એપ્રિલથી નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે
રાબોબેંક ખાતે કૃષિ કોમોડિટી માર્કેટ રિસર્ચના વડા કાર્લોસ મેરાએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયા દ્વારા વિશ્વને ખાદ્ય તેલનો પુરવઠો ‘બદલી કરવો અશક્ય’ છે
ઇન્ડોનેશિયા વિશ્વના અડધાથી વધુ પામ તેલના (Oil prices) પુરવઠાનું ઉત્પાદન કરે છે.જેનો ઉપયોગ પ્રોસેસ્ડ ફૂડ્સ અને કોસ્મેટિક્સથી લઈને જૈવ ઇંધણમાં થાય છે.અને વનસ્પતિ તેલની તમામ નિકાસમાં ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે. યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે વૈશ્વિક ખાદ્ય ફુગાવો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો તે પછી તેઓ તેમના દેશના લોકો પાસે ખાદ્ય ઉત્પાદનોની ખાતરી કરવા માગે છે.
ઇન્ડોનેશિયાના પ્રતિબંધનો અર્થ એવો થશે કે ભારત દર મહિને લગભગ 40 લાખ ટન પામ તેલ ગુમાવશે જેના કારણે ભાવમાં વધારો થવાની પુરી શક્યતાઓ જોવા મળી રહી છે.
ઇન્ડોનેશિયાની યોજનાઓના સમાચારનો અર્થ એ છે કે વિશ્વમાં ખાવાના તેલનો (Oil prices) પુરવઠો પણ ઓછો થયો છે; ફેબ્રુઆરીમાં રશિયાના યુક્રેન પર આક્રમણ શરૂ થયા પછી સૂર્યમુખી તેલનો વેપાર અંધાધૂંધીમાં ફેંકાઈ ગયો હતો અને તે હજુ પણ આ વેપારમાં કોઇ બદલાવ આવ્યો નથી જેના કારણે ભારતમાં તેલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.
પૂર્વીય યુરોપનો કાળો સમુદ્ર પ્રદેશ વિશ્વની સૂર્યમુખીની નિકાસમાં 75 ટકા હિસ્સો ધરાવે છે. અને ભારતની દર મહિને લગભગ 100,000 ટનની આયાત અડધી થઈ ગઈ છે.
સોયાબીન તેલ – પામનો વિકલ્પ – યુનાઇટેડ સ્ટેટ્સમાં ભાવ શુક્રવારે સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો થયો છે.