સાવધાન !! જાણીતી બ્રાન્ડનું ઘી ગમે ત્યાથી ન ખરીદતા : અમદાવાદના સરખેજમાંથી બનાવટી અમુલ ઘીનું ગોડાઉન ઝડપાયું

| Updated: December 5, 2021 8:24 pm

જો તમે મોટી બ્રાન્ડના ઘી ખરીદતા હોવ તો એક વાર જરૂરથી તપાસ કરી યોગ્ય જગ્યાએથી ખરીદી કરજો. અમદાવાદ સરખેજ પોલીસે બનાવટી અમુલ ઘી બનાવતું ગોડાઉન ઝડપી પાડ્યું હતું.

અમદાવાદના સરખેજ સાણંદ સર્કલ નજીક જગદીશ એસ્ટેટમાં સરખેજ પોલીસે રેડ કરીને આ ગોડાઉન ઝડપી પાડ્યું હતું. અહી અમુલ ઘી મોટી બ્રાન્ડનું પેકેજીંગ કરેલો મુદ્દામાલ ઝડપાયો હતો. સરખેજ પોલીસે આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આરોપીઓ પાસે થી ગોડાઉનમાંથી 15 કિલો ઘીના 160 ડબ્બા ઝડપી પાડવામાં આવ્યા હતા. સરખેજ પોલીસે બે આરોપીયોની ધરપકડ કરી તેમની કડક પુછપરછ હાથ ધરી હતી. પોલીસે કુલ સ્થળ પરથી 5.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Your email address will not be published.