દેવભુમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

| Updated: October 14, 2021 6:34 pm

ACBએ ખાસ કરીને લાંચિયા સરકારી બાબુઓ સામે લાલઆંખ કરી છે. ત્યારે બે દિવસ પહેલા જ પોલીસ ખાતમાં ફરજ બજાવતા પીઆઈ કુરેશીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા બાદ ACBએ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટરને ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. કલેક્ટર દ્વારા ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરતા ફરિયાદીએ સમગ્ર બાબતની જાણ ACBને કરતા તેમણે છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ACBની ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે દેવભૂમિ દ્વારકાના કલેક્ટર ઓફિસમાં તેણે પોતાના રક્ષણ માટે હથિયાર મેળવવાની અરજી કરી હતી. જે અરજીના મામલે કલેક્ટર નિહાર ભેટરીયાએ હથિયારના લાયસન્સની મંજૂરી આપવામાં માટે 3 લાખ રૂપિયાની માગણી કરી હતી. જે બાબતે ફરિયાદીએ ACBને જાણ કરતા ACBના અધિકારીઓએ એક છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદીને 3 લાખ રૂપિયા લઈને ઓફિસ પાસે બોલાવ્યા હતાં જ્યાં પહેલાથી જ ACBની ટીમ વોચમાં હતી અને ફરિયાદીએ ડેપ્યુટી કલેક્ટરને જેવા 3 લાખ રૂપિયા આપ્યા તેવામાં ACBની ટીમે નિહારને પૈસા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. હાલ ACBએ આરોપી નિહારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *