DYSP રાણાએ મને લાફો મારી દીધો હતો, ગ્રેડ પેની માંગને લઇ મહિલા પોલીસકર્મીનો વિડીયો વાયરલ

| Updated: January 11, 2022 4:16 pm

રાજયમાં પોલીસ ગ્રેડ પે મામલે પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો ફરી એકવાર મેદાનમાં આવ્યા છે, ત્યારે અગાઉ ગ્રેડ પે મહાઆંદોલન દરમ્યાન નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી અને ગ્રેડ પે આંદોલનના સમર્થનમાં અન્ન જળનો ત્યાગ કરનાર નિલમ મકવાણાનો વિડીયો વાયરલ થયો છે,

તેમણે વિડીયોમાં ચોંકાવનારી હકીકતો કહી છે એક તરફ રાજયમાં મહિલાઓ સુરક્ષીત હોવાની મોટી-મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે જયારે બીજીતરફ 7મી જાન્યુઆરીએ પોલીસ પરિવારની મહિલાઓએ ગ્રેડ પેની માંગને લઇ ફરીવાર દેખાવો કર્યા હતા તે સમયે આ મહિલાઓ સાથે નિલમબેન પણ હાજર હતા અને ડીવાયએસપી રાણાએ પોતાને થપ્પડ મારી હોવાનો તેમણે વિડીયોમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

આ અંગે જાણવા ડીવાયએસપી એમ.કે.રાણાનો સતત પ્રયત્ન કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમણે મોબાઇન ફોન રિસીવ કર્યો ન હતો, જયારે આ અંગે ગાંધીનગર એસપી મયુર ચાવડાને પુછતા તેમણે જણાવ્યું હતું કે નિલમબેન મકવાણાનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોઇ સત્યતા નથી, 7મી જાન્યુઆરીએ તેમણે પોલીસ પરિવારની મહિલાઓ સાથે ગ્રેડ પેની માંગને લઇ વિરોધ કરી રહ્યા હતા ત્યારે નિલમબેન મકવાણાની પણ અટકાયત કરાઇ હતી અને તેમની સામે અટકાયતી પગલા ભર્યા હોવાથી ખોટા આક્ષેપો કરે છે તેમ જણાવ્યું હતું.

નોંધનીય છે કે બે દિવસ પહેલા સાંબરકાંઠાના પોલીસકર્મીનો પણ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો અને તેણ ગ્રેડ પેની માંગને લઇ ગૃહમંત્રી હર્ષ સંધવીને ઉલ્લેખી સમગ્ર વાત કહી હતી, ઉપરાંત પોલીસ ફરજ દરમ્યાન પોતાની સાથે કોરાના કાળમાં બનેલી દુઃખદ ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Your email address will not be published.