નીરજનો ભાલો દેશને વ્હાલો : ઓલિમ્પિક ગોલ્ડ મેડલ લાવનાર ભાલો રૂ. દોઢ કરોડમાં મુલવાયો.

| Updated: October 8, 2021 9:06 am

23 વર્ષના ઓલિમ્પિયન નીરજ ચોપરાનો ગોલ્ડ મેડલ મેળવનાર ભાલો, પ્રધાનમંત્રીને મળેલ ભેટ અને સ્મૃતિચિત્રોની ઇ-હરાજીમાં રૂ .1.5 કરોડમાં મુલવાયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં આ ભાલા વડે સ્વતંત્ર ભારતનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ જીતીને નીરજ ચોપરાએ દેશવાસીઓ ગૌરવ અપાવ્યુ છે.

ઈ-હરાજીમાં કુલ 1348 સ્મૃતિચિહનો રજૂ થયા હતા, જેના માટે 8600 થી વધુ બિડ પ્રાપ્ત થયા હતા. સૌથી વધારે બીડ, 140, સરદાર પટેલના શિલ્પ માટે પ્રાપ્ત થયા હતા.

નીરજ ચોપરાના ભાલાની કિંમત મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ એટલે કે રૂ. 1.5 કરોડ મુલવાઈ હતી. વેબ પોર્ટલ www.pmmementoes.gov.in દ્વારા 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન ઈ-હરાજી યોજવામાં આવી હતી.

હરાજીમાં મળેલી રકમ, ગંગા સંરક્ષણ માટે રચાયેલ નમામિ ગંગે મિશનમાં જશે.

Your email address will not be published. Required fields are marked *