મણિનગરમાં વિદ્યાર્થીઓના સ્ટેજ નાટક દ્વારા પહેલી વખત ઇ-એફઆઇઆર અવેરનેશ કાર્યક્રમ યોજાયો

| Updated: August 5, 2022 8:53 pm

સાઇબર બુલીંગ-ફ્રોડ, ડ્રગ્સ, ટ્રાફિક અવેરનેશ અને શી ટીમની કામગીરી સમજાવી, લોકોએ કલાકો સુધી નાટકો જોઇ આનંદ માણ્યો

અમદાવાદ
અમદાવાદ શહેરમાં મણિનગર એલજી હોસ્પિલટના મેટ મેડિકલ કોલેજ ઓડીટોરીયમમાં શુક્રવારે ઇ-એફઆઇઆરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને આસપાસની શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે એપ્લિકેશનનું જ્ઞાન તો આપ્યુ પરંતુ શહેરમાં પહેલી વખત નાટકો દ્વારા પણ યુવાનોને સાઇબર બુલીંગ – ફ્રોડ, ડ્રગ્સ, ટ્રાફિક અવેરનેશ, શી ટીમની કામગીરી અને સેલ્ફ ડિફેન્સ અવેરનેશન અંગે માહિતી આપતા વિદ્યાથીઓ આનંદ માણ્યો હતો. મુખ્ય મહેમાન સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમાર, ડીસીપી અશોક મુનિયાએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતુ. આઇજી ગૌતમ પરમારે વિદ્યાર્થીઓને તૈયારી કરી પોલીસમાં જોડાઇ લોકોની સેવા કરવા માટેની અપીલ કરી હતી.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઇ-એફઆઇઆરની જાગૃતી લાવવા માટે શહેરમાં અનેક કાર્યક્રમો થઇ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સ્ટેજ પરથી વિડીયો બતાવી અને પ્રવચન આપી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવતા હતા પરંતુ શહેરના ઝોન-6ના ડીસીપી અશોક મુનિયા દ્વારા આ કાર્યક્રમ અલગ જ રીતે કરવામાં આવ્યો હતો. સ્ટેજ પર એપ્લિકેશનની માહિતી તો ખરી જ પરંતુ સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પર નાટક પ્રસ્તુત કરી લોકોને સમજાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમય કરતાં વધુ સમય લીધો છતાં લોકો ઓડીટોરીયમ છોડવા તૈયાર ન હતા.


ઓડિટોરીયમમાં વિદ્યાર્થીઓને આમંત્રીત કરાયા, ગુજરાત પોલીસ એન્થમ, સાઇબર ફ્રોડ, શી ટીમની કામગીર બાબતે વિડીયો બતાવ્યા હતા. તમામ અધિકારીઓનું સન્માન કરાયું હતું. ઇ એફઆઇઆરની માહિતી આપતી વિડીયો ક્લીપ બતાવવામાં આવી હતી. સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા સાઇબર બુલીંગ અવેરનેશ પ્રોગ્રામનું નાટક ભજવાયું હતુ. બાદમાં ઝોન-6ના ડીસીપી દ્વારા ઇ એફઆઇઆ અંગે વધુ માહિતી સાથે વિદ્યાર્થીઓને સમજાવી સરકાર આ એપ્લિકેશનથી શું શું સીધી મદદ કરશે તે સમજણ આપવામાં આવી હતી. સંત કબીર સ્કુલ દ્વારા ટ્રાફિક અવેરનેશનું નાટક ભજવાયું, ડ્રગ્સ અને દારુના દુષ્ણથી દુર રહેવા માટેનું પણ નાટક ભજવાયું હતુ. વિદ્યાર્થીઓના સ્ટેજ પર્ફોર્મન્સ જોઇ સેક્ટર-2ના જોઇન્ટ સીપી ગૌતમ પરમાર પણ ભાવુંક થઇ ગયા હતા અને તેમણે પણ પોતાની દિકરી સાથેની એક ઘટનાની ચર્ચા કરી હતી. જે લોકોને સ્પર્શી ગઇ હતી. જોકે આ કાર્યક્રમનો અંત થયો ત્યા સુધી લોકોએ ઓડિટોરીયમ છોડ્યો ન હતો. આ કાર્યક્રમનું આયોજન મણિનગર પીઆઇ બી બી ગોયલે કર્યું હતુ.

Your email address will not be published.