26 જાન્યુઆરી 2022ના રોજ વલસાડની ધરા ધ્રુજી હતી. જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. રિકટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 49 કિમી દૂર નોંધાયું છે. દેશ આખો આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતનાં વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોની ધરા ધ્રૂજી ઉઠી હતી.
ભૂકંપના આંચકાએ લોકોને 2001 ની યાદ અપાવી
2001માં આજના જ દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપે વિનાશે વેર્યો હતો. 26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે સવારે લોકો ઘરમાં નાસ્તો કરી રહ્યા હતા અને બાળકો શાળામાં ધ્વજવંદન કરી રહ્યા હતા તે સમયે સમગ્ર અચાનક ધરા ધ્રુજવા લાગી હતી.
રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધું જ વિનાશ કરી નાખ્યું હતું. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી, અમદાવાદમાં 81 બ્લિડીંગો પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.જેમાં 752 લોકો મૃત્યુ પામ્યા હતા.