અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર હવે આસાન, પશ્ચિમ રેલવેએ કર્યું મોટું એલાન

| Updated: July 30, 2022 10:57 am

જે લોકો અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર કરે છે તેના માટે ખુશખબર સામે આવી છે.મળતી માહિતી અનૂસાર આઝાદીના 75માં અમૃત મહોત્સવ હેઠળ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે સપ્તાહમાં 6 વખત ચાલશે ટ્રેન તેવી માહિતી મળી રહી છે.ટાઇમટેબલ પણ બની ગયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આ ટ્રેન માત્ર ભરૂચ અને સુરત સ્ટેશન પર જ રોકાશે અને આ ટ્રેન બિઝનેસ ટ્રાવેલરોને આરામદાયી રહેશે.

આ ટ્રેનની શુ છે ખાસયિત

ટ્રેનમાં બેઠકો પર પુશબેકની સુવિધા કરવામાં આવી છે.આ સાથે મહત્વી વાત એ છે કે કોચની એર કંડીશનિંગ સિસ્ટમને બેક્ટેરિયા મુક્ત કરાઇ છે.ટ્રેનમાં કલાઇમેટ કંટ્રોલ,વીજળી અને આવશ્યક વસ્તુઓ રાખવામાં આવી છે.4 ઇમરજન્સી બારીઓની સાથે પૂરથી બચવા માટે પણ આ ટ્રેનમાં સુવિધા કરવામાં આવી છે.નીચેના ભાગને વોટર પ્રૂફ બનાવાયું છે.મહત્વની વાત એ છે કે દરેક કોચમાં હવે 2 ને બદલે 4 ઇમર્જન્સી પુશ બટન તમને જોવા મળશે.

હવે જે લોકો અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર તેના માટે રાહતના સમાચાર કહી શકાય.અને તેને લઇને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.કેમક મોટા ભાગના લોકો અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર કરે છે.

Your email address will not be published.