ઇડીને જેલમાં મોકલાયેલા IAS ઓફિસર કે રાજેશની કસ્ટડી મળી

| Updated: August 6, 2022 12:45 pm

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની (#ED) અમદાવાદ ઝોનલ ઓફિસને જેલમાં મોકલવામાં આવેલા ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર કે રાજેશ (#K Rajesh) અને તેમના સહયોગી મોહમ્મદ રફીક મેમણની (#Mohammad Rafiq Meman)કસ્ટડી મળી છે. સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ કલેક્ટરની સામે એફઆઇઆર નોંધાતા કેન્દ્રીય સંસ્થાએ તેમની સામે મની લોન્ડરિંગ કેસમાં તપાસ શરૂ કરી છે.

શુક્રવારે ઇડીના વકીલે સીબીઆઇ કોર્ટમાં કે રાજેશ અને તેમના સુરત સ્થિત સહયોગી મોહમ્મદ રફીક સામે સીબીઆઇ કોર્ટમાં વોરંટ રજૂ કર્યુ હતુ અને પૂછપરછ માટે 24 કલાકની કસ્ટડી મેળવી હતી. કેન્દ્રીય સંસ્થા તેમના રિમાન્ડ લંબાવવા માટે પણ અરજી કરી શકે છે. સીબીઆઇએ ગયા મહિને આઇએએસ ઓફિસર કે રાજેશની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં SGSTના દરોડાની કાર્યવાહીમાં 6 હોટલ અને રેસ્ટોરંટમાં 38 લાખની કરચોરીનો પર્દાફાશ

ઇડીના અધિકારીઓનો શુક્રવારે સંપર્ક થઈ શક્યો ન હતો. અમદાવાદ સેન્ટ્રલ જેલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ રાજેશને કેન્દ્રીય સંસ્થાને સોંપવામાં આવ્યા છે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા ત્યારે તેમણે અયોગ્ય લોકોને શસ્ત્રો આપ્યા, સરકારી જમીન અયોગ્ય લાભાન્વિતોને ફાળવી તથા અન્ય ગેરકાયદેસરની તરફેણ કરી તે બદલ તેમની સામે સીબીઆઇએ કેસ દાખલ કર્યો છે. સીબીઆઇનો રિમાન્ડ સમયગાળો પૂરો થતા રાજેશ 18 જુલાઈથી સીબીઆઇ કસ્ટડીમાં છે.

આ હિલચાલ અંગે જાણકારી ધરાવતા સૂત્રોના જણાવ્યા મુજબ ઇડીએ આ કેસમાં છેલ્લા કેટલાક મહિનાથી નિવેદનો નોંધવાનો પ્રારંભ કર્યો છે. તેમા ભૂતપૂર્વ વિધાનસભ્ય સોમા પટેલનો પણ સમાવેશ થાય છે. તેઓએ ઉમેર્યુ હતું કે 2019માં રાજેશે 17 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે તેમના કુટુંબના સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેમા તેમની કાકીનો પણ સમાવેશ થાય છે.  હાલમાં આ સોદાઓ તપાસસંસ્થાના નિરીક્ષણ હેઠળ છે.

ઇડીએ સીબીઆઇની એફઆઇઆરના આધારે રાજેશ અને તેના સહયોગી મોહમ્મદ રફીક સામે મેમા કેસ નોંધી તપાસ શરૂ કરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. 2011ની બેચના આઇએએસ ઓફિસર કે રાજેશની સીબીઆઇએ જુલાઈમાં ધરપકડ કરી હતી. ધરપકડ થઈ ત્યારે તેઓ ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તેના પગલે રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. મેમાં સીબીઆઇએ મેમણની ધરપકડ કરી હતી. તેના પર વચેટિયા તરીકે કામ કરવાનો અને રાજેશ વતી લાંચ સ્વીકારવાનો આરોપ છે.

Your email address will not be published.