તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં વધારો, સામાન્ય લોકોને બજેટની ચિંતા વધી

| Updated: August 1, 2022 11:40 am

તહેવાર નજીક આવી રહ્યા છે તહેવારો આવતાની સાથે સિંગતેલના ભાવમાં વધારો થયો છે.તહેવારોના થોડા દિવસ પહેલા જ ભાવ વધે છે પરંતુ આ વખતે તો બહુ જ વેલા ભાવ વધારો થઇ ગયો છે.જેના કારણે હવે તહેવારો મોંધા થશે.

ઓગસ્ટના પહેલા જ દિવસે તેલના ભાવમાં વધારો થયો છે.તહેવારની મજા જાણે ભાવ વધારાના કારણે ઝાંખી પડી હોય તેવું જોવા મળી રહ્યું છે.ઓગસ્ટ મહિનાનો જાણે મોંઘવારી લઇને આવ્યો હોય તેમ પહેલા જ દિવસે ભાવમાં વધારો થયો છે.

ભાવમાં વધારાના કારણે ગૃહિણીઓ ચિંતામાં મૂકાઈ છે કારણ કે તહેવારો નજીક છે અને તહેવારોમાં ખાવા માટે અનેક વસ્તુઓ બનાવાની હોય છે અને મોટા ભાગે તેમાં તેલનો તો ઉપયોગ થતો તો હોય છે પરંતુ હવે આ ભાવ વધારાએ તો મારી નાખ્યાં છે.

સિંગતેલમાં ભાવમાં રૂપિયા 5 થી 10 સુધીનો વધારો થયો છે.સિંગતેલના ડબ્બાની વાત કરવામાં આવે તો તેનો ભાવ 2800એ પહોંચી ગયો છે.પામોલીન તેલના ભાવમાં 100નો વધારો થયો છે ટોટલ તારણ કાઢવા જઇએ તો દરેક તેલના ભાવમાં વધારો થયો છે.

મહત્વની વાત એ છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણની સાથે ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાની શક્યતાઓ વધારે જોવા મળશે જેના કારણે હવે તમારે તે પણ ધ્યાન રાખવું પડશે.પરંતુ હાલ તો સામાન્ય લોકોને આ મોંધવારીનો માર પડી રહ્યો છે.

Your email address will not be published.