માનસિક આરોગ્યના મુદ્દે અમદાવાદમાં નવી પહેલ ‘એક્કા’

| Updated: May 12, 2022 2:02 pm

સલામત, નોન-જજમેન્ટલ સ્પેસમાં સભ્યો તેમના અનુભવો અને મુશ્કેલીઓની આપલે કરી શકે

અરુણા રઘુરામ

આજકાલ સૌથી વધારે ચર્ચાતી ટર્મ છે માનસિક આરોગ્ય. ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ આના વિશે વિગતવાર વાત તેના કાર્યક્રમોમાં કરી ચૂકી છે. મોટા શહેરોમાં માનસિક આરોગ્ય પર વધુને વધુ ભાર અપાવવા લાગ્યો છે. અમદાવાદ પણ હવે તેમા બાકાત નથી. અમદાવાદમાં પણ હવે માનસિક આરોગ્યને મહત્વ આપતા અને તેને લગતી બાબતો પર પ્રકાશ પાડતા તથા તેના માટે મદદ કરતા સપોર્ટ જૂથ એક્કાએ આકાર લીધો છે. આ સપોર્ટ જૂથે તાજેતરમાં માનસિક આરોગ્યની તકલીફવાળા લોકો સાથે પ્રથમ બેઠક યોજી હતી, તેને જબરજસ્ત સફળતા મળી હતી. તેની સફળતાની પ્રતીતિ ત્યાંથી થતી હતી કે તેમાં ભાગ લેવા વીલા મોંઢે આવેલા લોકો હસ્તા ચહેરે અને ઉષ્માસભર હૃદયે પરત ગયા હતા. તેઓ માટે આ સાંજ આનંદપ્રેરક બની રહી હતી. તેમનો સપોર્ટ જૂથ સાથેનો સંવાદ અર્થપૂર્ણ હતો અને તેમના દ્વારા વારંવાર ઉડતી હાસ્યની છોળો તેનું પ્રતિબિંબ હતી.

અમદાવાદમાં એક્કા સપોર્ટ જૂથ વૈજ્ઞાનિક અને કર્ણાવતી યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના ફેકલ્ટીના પૂર્ણિમા ગુપ્તાની પહેલ છે. તેઓ શહેરમાં 18 વર્ષથી અનાહતા મેન્ટલ હેલ્થ ક્લિનિક ચલાવે છે. 19 વર્ષથી વધુ વયની કોઈપણ વ્યક્તિ તેમા જોડાઈ શકે છે. તેમા પ્રતિ બેઠક દીઠ 300 રૂપિયાનો સામાન્ય ચાર્જ હોય છે. દરેક બેઠક 90 મિનિટની હોય છે અને તેમા સાઇકોથેરપિસ્ટ કે કાઉન્સેલર મદદ કરે છે. દર ત્રણ સપ્તાહે એક વખત તેની ઓફલાઇન મીટિંગ યોજવાનું આયોજન છે.

અહીં જે લોકો માનસિક આરોગ્યને લગતા પડકારોનો સામનો કરે છે તે આ સપોર્ટ જૂથ સાથે જોડાઈને તેમની વાત શેર કરી શકે છે. અનુકંપા, સન્માન અને ગોપનીયતા આ ગ્રુપના સભ્યોને મંત્ર છે.

આ પ્રકારની અનોખી પહેલ માટેની પ્રેરણા તમને ક્યાંથી મળી છે? ‘એક્કા’ને મેં બે કારણસર લોન્ચ કરી છે. સૌપ્રથમ તો આપણને આપણી માનસિક રીતની નિસહાય સ્થિતિમાં લાગણીજન્ય અને સામાજિક ટેકાની જરૂર પડે છે. સામાન્ય રીતે લોકો આ માટે મિત્રો અને કુટુંબની જોડે જાય છે અથવા તો થેરપિસ્ટ પાસે જાય છે. ‘એક્કા’ આ આવો જ એક વિકલ્પ છે. અમે લોકો જ્યાં આવી શકે તે માટે એક સલામત તથા નોન-જજમેન્ટલ સ્થળ પૂરુ પાડ્યુ છે, અહીં લોકોને જજ કરાતા નથી પણ સાંભળવામાં આવે છે, અનુકંપા દાખવવામાં આવે છે અને સન્માન આપવામાં આવે છે. તેઓએ કંઈ તેમની દરેક બાબત જણાવવાની હોતી નથી, સિવાય કે તેઓને જ્યાં સુધી સમજવામાં ન આવે. બીજું ઘણા લોકો થેરપી કે કાઉન્સેલિંગ રુટ લેવા માંગતા હોતા નથી. તેનું કારણ તે તેમને પોષાતુ નથી અને તેની સાથે જોડાયાલે માનસિક ડર છે અથવા તો આ મુદ્દે સાતત્યસભર રીતે આગળ વધી શકવામાં નડતી મુશ્કેલી છે. એક્કાના સભ્યો તેમના વિચાર, લાગણીઓ, મુશ્કેલીઓ અને અનુભવોની આપલે કરી શકે છે. આ એક પ્રકારનું માનસિક વિરેચન છે અને અહીં બીજાઓને સાંભળવામાં આવે છે, તેના પછી તેઓ શોધે છે કે આ તેમના માટે કેવી રીતે કામ કરશે અને સાજા કરશે,” એમ પૂર્ણિમાનું કહેવું છે.

એક્કા નામનું મહત્વ શું છે? “એક્કા નામ તે બાબતને પ્રતિપાદિત કરે છે કે આપણે બધા એક છીએ. આપણી મુશ્કેલીઓ કદાચ જુદી-જુદી હોય, પરંતુ આપણા પડકારો, આપણી વૈચારિક પ્રક્રિયાઓ અને લાગણીઓ એકસમાન છે. આપણા બધામાં જબરજસ્ત સામ્યતા છે. આમ શબ્દ એક્કા આપણી અંદરના આ સર્વસામાન્યપણાને સ્પર્શે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બધા અનેક હોવા છતાં એક જ છીએ.

આ જૂથનો હેતુ શું છે? એક તો અહીં વ્યક્તિના નિદાન થયેલા કે નિદાન ન પામેલા માનસિક આરોગ્યના મુદ્દાઓને લઈને મુક્ત અને ખુલ્લા મને ચર્ચા કરવાનું પ્લેટફોર્મ પૂરુ પાડે છે. સપોર્ટ ગ્રુપ ચિંતા, તનાવ અને બીજી બાબતો જેવા ન્યુરોટિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમા સોઇકોસિસ અને લતની તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ કરાતો નથી, કારણ કે તેઓને ખાસ પ્રકારની સારવારની જરૂર હોય છે બીજો હેતુ લોકોને માનસિક આરોગ્યના મહત્ત્વને પ્રદાન આપવામાં મદદ મળે તેનો છે અને તેના લીધે તેઓ તેમના માનસિક આરોગ્ય સાથેના જોડાણને વધારે ગંભીર રીતે લેતા થશે.

ત્રીજું એક્કાનું કોઈ લેબલ્સ કે ટેગ નથી. દરેક વ્યક્તિ પોતાને માનસિક આરોગ્યના મુદ્દાથી અલગ પાડીને જોઈ શકે છે. કોઈ વ્યક્તિના માનસિક આરોગ્યને તકલીફ હોય તેટલે તેનો અર્થ એમ નથી કે તે વ્યક્તિની સંપૂર્ણ માનસિક સ્થિતિ આ પ્રકારની જ હોય, તેમ પૂર્ણિમા ભારપૂર્વક જણાવે છે.

આ સપોર્ટ જૂથ ગ્રુપ થેરપીથી કેટલું અલગ છે? “ગ્રુપ થેરપીમાં સારવારનો પણ સમાવેશ થાય છે, તેમા સપોર્ટ ગ્રુપ લોકો પોતાના માનસિક આરોગ્ય વિશે ખુલીને વાત કરી શકે તે માટે સલામત અને સુરક્ષિત સ્થળ પૂરુ પાડે છે. અહીં કોઈપણ પ્રકારની થેરપી કે કાઉન્સેલિંગ હોતું નથી,” એમ તે સમજાવે છે.

ગ્રુપની પ્રવૃત્તિઓમાં જોઈએ તો સભ્યોના સૂચનો અને તેમનું કમ્ફર્ટ લેવલ ધ્યાનમાં લેવામાં આવે છે, એમ તેમનું કહેવું છે. ગ્રુપના સભ્યો તેમની જીવન યાત્રા વિશે તેમની વર્ણન કરી કે છે. પોતાના આગવા અનુભવ પરથી જરૂરી અને ઉપયોગી સલાહસૂચનો પણ કરી શકે છે. તેમા એક પ્રવૃત્તિ જેનું નિશ્ચિતપણે આયોજન કરાયુ છે તે એ છે કે સભ્યો એકબીજાને ઇ-મેઇલ કે પત્ર લખતા રહે. તેથી તેઓને યાદ રહે કે કોઈ હંમેશા તમારી સારસંભાળ લે છે. મીટિંગ્સ દરમિયાન એક વખત સભ્યો કોઈ એક વિચારને લઈને કમ્ફર્ટેબલ થાય પછી ગેમ્સ પણ રમાડવામાં આવશે. સભ્યોની ઇચ્છા હશે તો આલ્કોહોલિક્સ એનોનિમસ (એએ) પણ રજૂ કરવામાં આવી શકે, એમ પૂર્ણિમાનું કહેવું છે.

Your email address will not be published.