Election 2022: આમ આદમી પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડશે, AAPની સ્થિતિ કયાં રાજયમાં છે વધુ મજબૂત

| Updated: January 8, 2022 7:00 pm

ભારતના ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજયોની તારીખો બહાર પાડી દેવામાં આવી છે.આ પાંચ રાજયોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે.

કોરોનાના કેસોમાં વધારો હોવા છતા ચૂંટણી પંચ દ્વારા તારીખ બહાર પાડવામાં આવી છે.ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો,ઉત્તરાખંડમાં 70,પંજાબમાં 117,ગોવામાં 40,મણિપુરમાં 60 ચુંટણીની ઓયોજન કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ પંજાબમાં 117 માંથી 104 સીટો માટે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

પંજાબમાં મુંખ્યમંત્રી પદની જાહેરાત કરવામાં આવી નથી.યુપીમાં આમ આદમી પાર્ટી તમામ 403 સીટો પર ચૂંટણી લડી રહી હોવાનું જણાવ્વામાં આવ્યું છે.અહીં 200 થી વધુ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.પ્રથમ યાદી જાહેર કરીને 24 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.AAPએ કોઠીયાલને મુખ્યમંત્રી પદની જાહેરાત કરી છેૉ

ગોવામાં માત્ર એક જ યાદી બહાર પાડવામાં આવી છે.તેમાં 10 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.ગઇ ચૂંટણીમાં ત્યાં AAP ખાતું ખોલી શકી ન હતી.

Your email address will not be published. Required fields are marked *