ચૂંટણીના ઢોલ વાગ્યા : ઉતરપ્રદેશ,પંજાબ સહિત પાંચ રાજ્યોમાં તબક્કાવાર ચૂંટણીની શરૂઆત, 10 માર્ચે થશે મતગણતરી

| Updated: January 8, 2022 4:34 pm

ઉતરપ્રદેશમાં 10 ફેબ્રુઆરી પ્રથમ તબક્કાનું મતદાન, 14 ફેબ્રુઆરીએ ઉતરાખંડ,પંજાબમાં પ્રથમચરણનું મતદાન, ગોવામાં 14 ફેબ્રુઆરીથી, મણિપુરમાં 27 ફેબ્રુઆરીથી મતદાન યોજાશે.

દેશમાં વિધાનસભા ચૂંટણી-2022નાં પડઘમ વાગવા માંડ્યાં છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો માટે 10 ફ્રેબ્રુઆરીથી 14,20,23,27 ફ્રેબ્રુઆરી અને 3,7 માર્ચે એમ તબક્કાવાર ,ગોવામાં 40 બેઠકો માટે 14 ફેબ્રુઆરીથી , પંજાબમાં 117 બેઠકો માટે 14 ફેબ્રુઆરી , મણિપુરમાં 60 બેઠકો માટે 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે , અને ઉત્તરાખંડમાં 70 બેઠકો માટે 14 ફેબ્રુઆરીથી ચૂંટણી શરૂ થશે જે તબક્કાવાર યોજાશે. ચૂંટણી પંચે આજે બપોરે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પત્રકાર પરિષદમાં આ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ઉત્તર પ્રદેશમાં હાલની વિધાનસભાની મુદત મે મહિનામાં પૂરી થશે, જ્યારે અન્ય ચાર રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ માર્ચમાં વિવિધ તારીખોએ પૂરો થશે. ઉલ્લેખનીય છે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આ રાજયોમાં આચારસંહિતા લાગુ પડી જશે. નોંધનીય છે કે હાલમાં પંજાબ સિવાય અન્ય ચાર રાજયોમાં ભાજપની સરકાર છે. ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો પર મતદાન થશે. જ્યારે ગોવામાં 40 વિધાનસભા બેઠકો, પંજાબમાં 117 બેઠકો, ઉત્તરાખંડમાં 70 અને મણિપુરમાં 60 બેઠકો પર મતદાન થશે. પાંચ રાજયોમાં કુલ 690 સીટો પર ચુંટણી યોજાશે, 18.34 કરોડ મતદારો મતદાનનો લાભ લેશે. કોરોનાના કારણે એક બુથ પર 1500ની બદલે માત્ર 1250 મતદારો રહેશે. આ ઉપરાંત 16 ટકા બુથ વધારવામાં આવ્યા છે. તમામ ઉમેદવારોને વરચ્યુલ પ્રચાર કરવા કહેવાયું છે.

આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર સૂશિલચંદ્રાએ જણાવ્યું હતું કે ઉમેદવાર માટે ઓનલાઇન ઉમેદવારી નોંધવવાની સુવીધા પણ અપાઇ છે. દરેક પક્ષ માટે સુવિઘા એપ તૈયાર કરવામાં આવશે, મતદારો માટે સી-વીજીલ એપ તૈયાર કરવામાં આવશે, ગેરકાયદે દારૂ અને રૂપિયા પર પુરુ ધ્યાન રાખવામાં આવશે. કોવિડ ગાઇડલાઇન માટે તમામ પગલાં લેવાયા છે. ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા તમામ લોકોને બુસ્ટરડોઝ આપવામાં અપાશે. મતદાન માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે. 15 જાન્યુઆરી સુધી રોડ શો,રેલી અને પદયાત્રા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડોર ટુ ડોર પ્રચાર માટે માત્ર પાંચ વ્યકિતોને જ મંજુરી આપવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં કોરોના ગાઇડલાઇનનું પુરેપુરુ પાલન કરવાનું રહેશે,

ચૂંટણીપંચે તમામ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી લીધી છે. તમામ રાજ્યોની અંતિમ મતદાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે ગુરૂવારે ચૂંટણીવાળા રાજ્યોમાં કોરોનાની સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને સ્વાસ્થ્ય મામલાના જાણકારો પણ શામેલ હતાં. આ ઉપરાંત ચૂંટણી પંચે ગૃહ સચિવ અજય ભલ્લાની સાથે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની સમીક્ષા કરી હતી. આ અગાઉ ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવા જઈને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તો વળી ચૂંટણી પંચે મણિપુરમાં ચૂંટણીની તૈયારીઓની વર્ચુઅલ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી કોરોનાની દેશમાં વર્તમાન સ્થિતિ, વેક્સિનેશનના આંકડાઓ સહિતની માહિતી લીધી છે. તે સિવાય સુરક્ષા વ્યવસ્થા માટે ગૃહ મંત્રાલય અને અર્ધસૈનિક દળોના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.

ચૂંટણી પંચે આ વખતે શુક્રવારે જ કેમ્પેનિંગ માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા વધારી દીધી હતી. ગોવા અને મણિપુરમાં ઉમેદવારો પ્રચાર માટે 28 લાખનો ખર્ચ કરી શકશે. ઉતરપ્રદેશ,પંજાબ અને ઉતરાખંડમાં ઉમેદવારો પ્રચારપ્રસાર માટે 40 લાખનો ખર્ચ કરી શકશે.

Your email address will not be published.