ટ્વિટરને ખરીદવા એલોન મસ્કએ લગાવી બોલી; 41 બિલિયન ડોલરની કરી ઓફર

| Updated: April 14, 2022 5:57 pm

ટેસ્લાના સીઈઓ અને અબજોપતિ એલોન મસ્ક લોકપ્રિય માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરમાં ઘણો રસ લઈ રહ્યા છે. કંપનીના બોર્ડનો હિસ્સો બનવાની ઓફરને નકાર્યા બાદ થોડા દિવસો પછી તેણે ટ્વિટર ખરીદવાની બીડ કરી છે. મસ્કે કંપનીને 41 બિલિયન ડોલરમાં ખરીદવાની ઓફર કરી છે.

મસ્કે પ્રતિ શેર $54.20ની ઓફર કરી હતી

એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, મસ્કે ટ્વિટરને પ્રતિ શેર 54.20 ડોલરમાં ખરીદવાની ઓફર કરી છે. તે 1 એપ્રિલના રોજ કંપનીના શેરના ભાવના 38 ટકાના પ્રીમિયમ પર છે. જ્યારે તેણે કંપનીમાં 9 ટકા શેર ખરીદવાનો ખુલાસો કર્યો હતો. 

આ સમાચાર વાયરલ થતા જ પ્રીમાર્કેટ ટ્રેડિંગમાં ટ્વિટરના શેરમાં 12 ટકાનો ઉછાળો આવ્યો હતો.

ટ્વિટરને ખાનગી કંપની બનાવવી જરૂરી છે

ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને લખેલા પત્રમાં એલોન મસ્કએ જણાવ્યું હતું કે, “રોકાણ કર્યા પછી, મને હવે સમજાયું છે કે કંપની ન તો આ સામાજિક આવશ્યકતાને તેના વર્તમાન સ્વરૂપમાં વિકસાવશે અને ન તો તે આગળ વધશે. ટ્વિટરને એક પ્રાઈવેટ કંપનીના રૂપમાં ફેરવવાની જરૂર છે.”

બોર્ડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો

મસ્કે વધુમાં જણાવ્યું હતું કે મારી ઓફર શ્રેષ્ઠ અને અંતિમ છે અને જો તે સ્વીકારવામાં નહીં આવે તો શેરહોલ્ડર તરીકે મારી સ્થિતિ પર પુનર્વિચાર કરવાની જરૂર પડશે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, મસ્કે ટ્વિટર બોર્ડમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. બોર્ડમાં સ્થાન મેળવીને, તે કંપનીના સંભવિત ટેકઓવરને ચૂકી ગયો હોત.

Your email address will not be published.