એમિરેટ્સની ફ્લાઇટ એરબસ એ380 લગભગ 14 કલાક ‘હોલ’ સાથે ઉડી

| Updated: July 6, 2022 4:46 pm

એમિરેટ્સની પેસેન્જર જેટ ફ્લાઇટ એરબસ એ380 લગભગ 14 કલાક સુધી આદમ કદના છીદ્ર સાથે ઉડી હતી. એટલું જ નહી તેના લીધે તેના બહારના માળખાને પણ મહદ અંશે નુકસાન થયું હતુ. આમ છતાં પણ પ્રવાસીઓને જીવ ભયમાં મૂકીને ફ્લાઇટ ઉડાડવામાં આવી હતી.

સામાન્ય રીતે એમિરેટ્સની ફ્લાઇટ્સને સલામતીની રીતે એકદમ ચુસ્ત મનાય છે. વિશ્વની સૌથી સલામત સર્વિસમાં તેની ગણના થાય છે. એરબસ એ380 દુબઈથી બ્રિસ્બેન જવા ઉપડી ત્યારે ઉપડ્યાના 45 મિનિટ પછી ક્રૂ મેમ્બરો અને પ્રવાસીઓએ મોટો અવાજ સાંભળ્યો હતો, એમ ઓસ્ટ્રેલિયન અખબારે જણાવ્યુ્ં હતું.

પ્લેનનું ટાયર ફાટી ગયું હોવાની સંભાવનાએ પ્લેનના પાયલોટ્સે બ્રિસ્બેન એરપોર્ટ સત્તાવાળાઓને ઇમરજન્સી સર્વિસિઝ માટે વિનંતી કરી હતી, એમ ફ્લાઇટ સેફ્ટીનો ટ્રેક રાખતા એવિયેશન હેરલ્ડે જણાવ્યું હતું. આ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે એન્જિનીયરોએ પ્લેનમાં મોટું છીદ્ર જોયું હતું. એમિરેટ્સે આ અંગે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.

આ પણ વાંચોઃ કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીના સંપર્કમાં અનેક પોલીસકર્મીના નામ ખુલ્યા, બચવા માટે ધમપછાડા

એમિરેટ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાયો છે. તેમા 22 ટાયરમાંથી એક ટાયર ફાટી ગયું છે. એરોડાઇનેમિક ફેરિંગ વખતે થોડું નુકસાન થતા એરક્રાફ્ટની બહારની પેનલને નુકસાન થતા આ છીદ્ર પડ્યું હતું. જો કે એરક્રાફ્ટના માળખા, ફ્રેમ કે ફ્યુસલેજને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. એરક્રાફ્ટે બ્રિસ્બેનમાં સલામત ઉતરાણ કર્યુ હતું. બધા પ્રવાસીઓ સલામત રીતે પહોંચી ગયા હતા.

એરલાઇને જણાવ્યું હતું કે ફેઇરિંગ સંપૂર્ણપણે રિપ્લેસ કરવામાં આવી છે, ચેક કરવામાં આવી છે અને એન્જિનયરોએ તેને સબ સલામત ગણાવી છે. એરબસ અને બીજા સત્તાવાળાઓ દ્વારા પણ તેને યોગ્ય ઠેરવવામાં આવી છે.

ફ્લાઇટ ટ્રેકિંગ સર્વિસિસ ફ્લાઇટઅવેર અને ફ્લાઇટરાડારના જણાવ્યા મુજબ પ્લેન રવિવારે દુબઈ પરત ફર્યુ હતુ. જો કે ફ્લાઇટ ઉપડ્યાના કલાકની અંદર આ પ્રકારનું નુકસાન થયું ન હોવા છતાં એમિરેટ્સે તેના પ્રવાસીઓનો જીવ ભયમાં મૂક્યો હોવાનું નિષ્ણાતો કરી રહ્યા છે. સામાન્ય રીતે પ્લેનને કશું પણ થાય તો નજીકના એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કરીને નજીકના એરપોર્ટ પર તેને ઉતારી દેવું સૌપ્રથમ પ્રાથમિકતા છે. અહીં તો પ્લેનને નુકસાન થયું હોવાની ખબર હોવા છતાં પણ તે સ્થિતિમાં છેક બ્રિસ્બેન સુધી લઈ જઈને પ્રવાસીઓના જીવ સાથે ભયજનક રમત રમવામાં આવી છે. ભવિષ્યમાં આવું કોઈ ફ્લાઇટ ન કરે તે માટે આ પ્રકારની ફ્લાઇટ્સને દંડ ફટકારવો જરૂરી છે.

Your email address will not be published.