કર્મચારીઓ આનંદોઃ કેન્દ્રની આ દરખાસ્તથી લઘુત્તમ વેતન થશે 26000

| Updated: May 24, 2022 2:44 pm

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની આગામી સમયમાં અમલી બનનારી દરખાસ્તથી કેન્દ્રીય કર્મચારીઓનું લઘુત્તમ વેતન 26,000 થઈ જશે. સરકાર લીલી ઝંડી આપશે તો 18,000 રૂપિયાનો બેઝિક સેલેરી મેળવનારાઓનું લઘુત્તમ વેતન 26000 થઈ જશે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યા છે. તેઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળનારી બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે. હાલમાં કર્મચારીઓને 2.57 ટકાના આધારે ફિટમેન્ટ ફેક્ટર હેઠળ વેતન મળી રહ્યા છે. તેને વધારીને 3.68 ટકા કરવામાં આવી શકે છે. આમ થશે તો કર્મચારીઓનું લઘુત્તમ વેતન 8,000 રૂપિયા વધશે. આનો સીધો અર્થ એમ થશે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18,000થી વધીને 26,000 રૂપિયા થઈ જશે.

હવે જો ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 ટકા કરવામાં આવ્યું તો કર્મચારીઓનું મૂળ વેતન 26,000 રૂપિયા આવશે. હાલમાં લઘુત્તમ વેતન 18,000 રૂપિયા છે. ભથ્થાંને જોડવામાં આવે તો 2.57 ટકા ફિટમેન્ટ ફેક્ટર મુજબ 46,260 રૂપિયા મળી શકે છે. હવે જો ફિટમેન્ટ ફેક્ટર 3.68 ટકા થઈ જાય તો વેતન સીધુ 95,680 રૂપિયા થઈ જશે.

કેન્દ્રીય મંત્રીમંડળે જુન 2017માં 34માં સંશોધન સાથે પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. તેમા એન્ટ્રી લેવલ બેઝિક પે સાત હજાર રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યું હતું. જ્યારે સચિવનો પગાર 90,000થી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવ્યો હતો. ક્લાસ વનના અધિકારીઓનું પ્રારંભિક વેતન 56,100 રૂપિયા કરવામાં આવ્યું છે.

હવે સરકાર ક્યારે આ નિર્ણય જાહેર કરે તેની રાહ જોવાય છે. ફક્ત કેન્દ્ર સરકાર જાહેર કરે તેનાથી વાત પતતી નથી. એક વખત કેન્દ્રની જાહેરાત થાય તેના પછી દરેક રાજ્યોની રાજ્ય સરકારો પણ તેમની નાણાકીય સ્થિતિ મુજબ તેને અનુસરતી હોય છે.

Your email address will not be published.