ATMમાં રૂપિયા લોડ કરતી કંપનીના કર્મચારીઓએ જ કરી ચોરીઃ દસ લાખ ઉપાડી ગયા

| Updated: August 2, 2022 11:45 am

આપણે એટીએમમાંથી ફ્રોડ થયો, એટીએમ(ATM) માંથી પૈસા ઉપડી જવાયા કે એટીએમ તોડવામાં આવ્યું તેવા સમાચાર તો સાંભળ્યા છે. પણ હવે તો સ્થિતિ એવી આવી છે કે એટીએમમાં રૂપિયા લોડ કરતી કંપનીના કર્મચારીઓએ જ ચોરી કરી છે અને રીતસરના દસ લાખ રૂપિયા ઉપાડી ગયા છે.

એટીએમમાં પૈસા લોડ (Load) કરવાનું કામ કરતી કંપનીના બે કસ્ટોડિયન, ડ્રાઇવર તેમજ ગનમેન એક એટીએમમાં નાખવાના દસ લાખ રૂપિયા ઉપાડીને ભાગી ગયા છે. ચાંદખેડામાં રહેતા રણજીતસિંહ ગોહિલ બેન્કમાંથી પૈસા લાવી એટીએમમાં નાખવાનું કામ કરે છે. તેઓ બેન્કનું આ કામકાજ સંભાળતી ઉસ્માનપુરાની સિક્યોર એન્ડ વેલ્યુ ઇન્ડિયા લિમિટેડ (Secure and Value India Limited) કંપનીમાં નોકરી કરે છે.

આ પણ વાચોઃ દારુબંધી કરાવવા પોલીસની વહારે આવ્યા ખેડા જિલ્લાના સરપંચો, ઢંઢેરા સાથે કાર્યવાહી કરવા સૂચના આપી

પહેલી જુલાઈના રોજ કસ્ટોડિયન દીપકસિંહ પરમાર, કેતન મિસ્ત્રી, ડ્રાઇવર જગદીશ ખટિક, ગનમેન બાબુભાઈ દેસાઈ, આઇસીઆઇસીઆઇ બેન્કના જુદા-જુદા એટીએમમાં પૈસા નાખવા માટે સવા બે કરોડ રૂપિયાથી પણ વધારે રકમ લઈ ગયા હતા. તેઓએ બાકી બધે રૂપિયા જમા કરાવ્યા હતા, પણ થલતેજના એએમપીએમએલ મોલ ખાતેના એટીએમમાં ખરાબી હોવાથી રૂપિયા જમા કરાવ્યા ન હતા.પણ આ રૂપિયા તેમણે કંપનીની ઓફિસમાં પણ પાછા જમા કરાવ્યા ન હતા.તેઓને આ રૂપિયા અંગે પૂછપરછ કરવામાં આવતા તે ચારેયે ગલ્લાતલ્લા કર્યા હતા.

તેના પગલે થલતેજના એટીએમના વિડીયો ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. તેથી તે પૈસા ભરેલી બેગ પાછા લઈ જતાં દેખાયા હતા. આના પગલે આ ચારેય સામે નવા વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આમ એટીએમ જમા કરતા કર્મચારી દ્વારા ચોરીનો ભાગ્યે જ બનતો બનાવ નોંધાતા પોલીસ સફાળી જાગી ઉઠી છે અને તેણે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બતાવે છે કે રોકડ જમા કરાવવાના સંદર્ભમાં ચોરીઓ કેટલી થવા માંડી છે. આ બાબત પુરાવો છે કે પરિસ્થિતિ કઈ હદ સુધી વણસી છે. બેન્કો માટે હવે એટીએમમાં રૂપિયા જમા કરાવવું પણ કેટલું અઘરું બન્યું છે તેનો આ પુરાવો છે.

Your email address will not be published.