સંજેલી ઇમરજન્સી 108ના ઈએમટી તેમજ પાયલોટનું દિલધડક રેસ્ક્યુ : વરોડ નજીક માછળનાળામાં ડૂબી રહેલા આધેડનો જીવ બચાવ્યો

| Updated: March 31, 2022 3:39 pm

ઝાલોદ તાલુકાના માછળનાળા પુલ પાસે એક આધેડ નદીમાં કૂદી પડયા હતા. આ દરમિયાન દાહોદથી દર્દીને મૂકી પરત જતા સંજેલીના ઈએમટી EMT of Sanjeeli તેમજ પાયલોટે આધેડને તાત્કાલિક ધોરણે સ્પાઈન બોર્ડની મદદથી આધેડને હેમખેમ બહાર બહાર કાઢ્યા હતા. ત્યારબાદ આધેડને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

ઝાલોદ તાલુકાના ટાંડી ગામના મનુભાઈ હરસીંગભાઇ ભાભોર અગમ્ય કારણોસર ઝાલોદ તાલુકાના વરોડ નજીક માછણ નાળા ડેમમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ ઘટનાને લઇ આસપાસના લોકો ભેગા થયાં હતા. તે સમયે સંજેલીથી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં દર્દીને મુકવા ગયેલા ઇમરજન્સી 108 સંજેલી લોકેશનના EMT કલ્પેશ તાવીયાડ તેમજ પાઇલોટ ગણપત નિનામા માછલનાળા પુલ પાસે લોકોને જોઇને ઊભા રહ્યા હતા. ત્યારબાદ નજર નીચે પડતા એક વ્યક્તિ ડૂબતો દેખાતા તેઓએ એક પળનો પણ વિલંબ કર્યા વગર કેસ અસાઈન કરાવી આધેડના રેસ્ક્યુમાં જોતરાયા હતા. પરંતુ ડૂબતો માણસ પુલથી દૂર હોવાથી EMT તેમજ પાયલોટ સ્પાઈન બોર્ડ તેમજ દોરડું લઈ ડેમમાં ઝંપલાવ્યું હતું. અને ફાઈન બોર્ડની મદદથી ડૂબી રહેલા ઈસમને હેમ ખેમ બહાર કાઢી વધુ સારવાર અર્થે લીમડી સીએસસી સેન્ટર ખાતે લઇ ગયા હતા.

આ ઘટનામાં ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ સમય સુચકતા વાપરી પોતાનો જીવ જોખમમાં મૂકી પાણીમાં ડૂબી રહેલા વ્યક્તિનો જીવ બચાવી ઉત્કૃષ્ટ કામગીરીનો ઉત્તમ દાખલો પૂરો પાડયો હતો.

Your email address will not be published.