ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે લડતના મૂડમાં

| Updated: April 14, 2022 5:15 pm

રાજ્યમાં અનેક સરકારી કર્મચારીઓ કેટલા પડતર પ્રશ્નોને લઈને સરકારથી નારાજ છે, ત્યારે રાજ્યના ઈજનેરીના કોલેજના અધ્યાપકો પણ પડતર પ્રશ્નોનું નિવારણ ના આવતા આજથી સરકાર સામે અભિયાન ચલાવશે અને પોતાની માંગણી પૂરી કરવા રજૂઆત કરશે.

તમામ સરકારી કર્મચારીઓની મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના શરુ કરવાનો છે, ત્યારે ઈજનેરી કોલેજના અધ્યાપકોના મંડળ ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ પણ આ માંગણીને લઈને અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેમાં 14 એપ્રિલ બપોરે 2 થી 5 વાગ્યા સુધી #padatrprshno સાથે ટ્વીટર પર અભિયાન કરાશે.

આ સાથે જ 14 એપ્રિલનો દિવસ પેન્શન બંધારણ અધિકાર દિવસ તરીકે મનાવી રહ્યા છે. 14 તારીખે અધ્યાપકો બાબાસાહેબ આંબેડકરના ફોટા અને પુષ્પાંજલિ અર્પણ કરીને મંડળના સભ્યો સાથે પ્લેકાર્ડ બનાવી પોતાના વિરોધ અને રજૂઆત નોંધાવી રહ્યા છે. આ ઉપરાંત નવા કાર્યક્રમ પણ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

Your email address will not be published.