2 હજારની 98 ડુપ્લીકેટ નોટોનો વેપાર કરતો એન્જીનીયરીંગનો વિદ્યાર્થી પકડાયો

| Updated: May 23, 2022 7:28 pm

શહેરમાં અલગ અલગ જગ્યાએ રૂ. 2 હજારની ડુપ્લીકેટ નોટો વટાવી અસલ નાણાં મુખ્ય સુત્રધારને મોકલનાર એન્જીન્યર વચેટીયાને ક્રાઇમ બ્રાંચે ગત શુક્રવારે પકડી પાડ્યો હતો. પોલીસે ડુપ્લિકેટ 2 હજારની કુલ 98 નોટો કબજે કરી છે. આરોપી અભ્યાસ સાથે પાર્ટ ટાઈમ પૈસા કમાવવાની લાયમાં ડુપ્લીકેટ નોટોનો વેપાર કરતો હોવાનું પુછપરછમાં બહાર આવ્યું છે. શહેરમાં લાંબા સમયથી આરોપીએ અનેક ડુપ્લિકેટ નોટો ફરતી કરી દીધી છે હવે પોલીસ બજારમાં ફરતી ડુપ્લિકેટ નોટો શોધવા અને આ ગેંગને શોધવામાં લાગી ગઇ છે. જોકે મુખ્ય સુત્રધારની ભાળ મેળવવામાં પણ ક્રાઇમ બ્રાંચ નિષ્ફળ ગઇ છે.

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, ડમી સીમકાર્ડ દ્વારા ઓનલાઈન સર્વીસીસ આધારે અલગ અલગ વ્યક્તિઓને પોર્ટર તરીકે ઉપયોગ કરી છેલ્લા પાંચ માસથી ભારતીય ચલણની રૂપિયા 2 હજારના દરની બનાવટી નોટો શહેરમાં ફરતી કરવાનુ રેકેટ ચાલી રહ્યું છે. આ રેકેટ એટલે કે ઓન લાઇન એપ્લિકેશન મારફતે દીલીપ ભીમાભાઇ કેશવાલા(ઉ. 20, રહે. ભાગવતનગર સોસાયટી, સોલા)ને સંપર્ક થયો હતો અને તેને સર્વિસ બોય તરીકે રાખી કામ કરાવ્યું હતુ. દરમિયાનમાં તેને 2 હજારની ડુપ્લિકેટ નોટો ઓન લાઇન પોર્ટર અને કુરીયર મારફતે મોકલી હતી. દીલીપ આ ડુપ્લિકેટ નોટો દ્વારા અલગ અલગ મોબાઇલ અને વસ્તુઓ ખરીદતો હતો. આ મોબાઇળ પછી વેચાણ કરી દેતો અને તેના વેચાણમાં આવતા નાણાં ઇડીસી સેટેલાઇટના નામે આંગડીયામાં વ્યવહાર કરાવતો હતો.

આંગડિયુ રીસીવ કરનાર વ્યક્તિને રકમની સામે વોલેટ એડ્રેસ મોકલી બીટ કોઇન સ્વરુપમાં નાણાં રીસીવ કરતો હતો. પોલીસે વોચ ગોઠવી 20 મેના રોજ દિલીપની સોલા રોડ પરથી ધરપકડ કરી હતી. દરમિયાનમાં તેની પાસેથી 2 હજારના દરની 56 નોટો એટલે કે, 1.12 લાખ પકડી પાડ્યા હતા. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

એન્જીન્યરીંગનો અભ્યાસ, સાઇડમા કમાણી કરવા નકલી નોટો ખર્ચતો

સોલાથી પકડાયેલો આરોપી દિલીપ કેશવાલા મૂળ પોરબંદરનો છે તે સાયન્સ સીટી ખાતે આવેલી સાલ એન્જીન્યરીંગ કોલેજનો સ્ટુડન્ટ છે. તેના પિતા પોરબંદરમાં ખેતી કરે છે. સાઇડમાં કમાણી કરવા આ વેપાર કરતો અને લાંબા સમયથી તેમાં જોડાયેલો હતો. તેને આ રકમમાંથી તગડું કમીશન મળતું હતુ.

તેણે નકલી નોટોથી શુ શુ ખરીદ્યું

1 કીલો ગોલ્ડ, પુરાજા ટેલીકોમમાંથી એપલના 13 મોબાઇલ ખરીદ્યા હતા. ક્રાઇમ બ્રાંચે પુજારા ટેલીકોમના માલિક દર્શન અરવિંદ પટેલની પણ પુછપરછ કરી હતી. તેમણે આ નોટો બેંકમાં જમા કરાવી હતી અને બેંકે પણ તેને સ્વિકાર કરી લીધી હતી. 42 નોટો પોલીસે બેંક ઓફ ઇન્ડિયામાંથી કબ્જે કરી હતી. 2.80 લાખના ટ્રાન્જેક્શન સહિત કુલ 3 લાખનુ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું બહાર આવ્યું છે.

અજાણ્યો વ્યક્તિ કોણ

નકલી નોટોનો વેપાર કરનાર આ મુખ્ય સુત્રધાર શખસ એટલો બધો હોશિયાર છે કે, તેણે કોઇ જગ્યા પર પોતાની ઓળખ છતી થાય એટલા માટે કોઇ કડી છોડી નથી. પોલીસ માટે આ શખસને પકડવો એક ચેલેન્જ સમાન છે. હવે જોવાનું રહ્યું કે, પોલીસ આ ચેલેન્જમાં સફળ રહે છે કે નિષ્ફળ.

કેવી મોડસ ઓપરેન્ડી છે નાણાં લેવાની અને નકલી નોટો વેચાણની.

નકલી નોટો વટાવી સાચી કરન્સી આવે, તે પૈસા એક નંબર પર ઇડીસી સેટેલાઇટના નામે મોકલતો હતો. બાદમાં જેના ત્યા મોકલતો તે બીટકોઇનનું કામ કરનાર શખસ હતો. તે બીટકોઇનનો એજન્ટ હોવાથી તેને પણ આ કોણ મોકલી રહ્યું છે તેની વધુ તપાસ ન કરી હતી. બાદમાં બીટીસી ટ્રાન્સફર કરાવતો હતો. હવે આ પૈસા ક્યા જતા કેવી રીતે જતા તેમા પોલીસ પણ ગુચવણમાં પડી ગઇ છે.

અનેક લોકો પોર્ટર કે કુરિયરની મદદથી આ શખસના સંપર્કમાં

પોલીસ એવું માની રહી છે કે, આ રેકેટ ચલાવનાર શખસ મોટું રેકેટ ચલાવતો હશે અને તેણે દિલીપ દેવા અનેક શખસોને પોતાની જાળમાં ફસાવી દીધા હશે. આ અનેક લોકોને સાથે રાખી મોટી ગેંગ દ્વારા કરોડો રુપિયા કમાતો હોાવની શંકા છે. આ રેકેટમાં હજુ પણ કેટલા શખસો આવા ફરી રહ્યા છે તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Your email address will not be published.