પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કપાયું નાક : ન્યુઝીલેન્ડ બાદ આ ટીમે પણ રદ્દ કર્યો પાકિસ્તાન પ્રવાસ

| Updated: September 20, 2021 10:18 pm

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બીજો મોટો ઝટકો લાગ્યો છે. હજુ બે દિવસ પહેલા જ ન્યુઝીલેન્ડે પોતાનો ક્રિકેટ પ્રવાસ રદ્દ કર્યો હતો ત્યારે હવે ઇંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો છે. જાણે વાગ્યા પર મીઠું ભભરાવ્યુ હોય તેવી હાલત હાલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની થઇ છે.     

સુરક્ષા વ્યવસ્થાને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ન્યુઝીલેન્ડે વિશ્વાસ કર્યો ના હતો અને હવે ઇંગ્લેન્ડની ટીમે ટી-20 વલ્ડકપ પહેલાનો ક્રિકેટ પ્રવાસ રદ્દ કર્યો છે. પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની હતી. અને બે વોર્મ અપ મેચ રમવાની હતી. પરંતુ સુરક્ષા વ્યવસ્થાને લઈને ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ઘરઆંગણે ક્રિકેટનું આયોજન કરી પાકિસ્તાન ક્રિકેટબોર્ડ ફરીથી ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ન્યુઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડે પણ ક્રિકેટ પ્રવાસ રદ્દ કરતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.   

Your email address will not be published. Required fields are marked *