ગુજરાતમાં ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટની એન્ટ્રી

| Updated: January 24, 2022 8:07 pm

બે અઠવાડિયામાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળશે

નવો વેરિઅન્ટ ઘાતક નથી પણ સાવચેતી જરૂરી: ડૉ તુષાર પટેલે

રાજયમાં હાલ કોરોના વાયરસની ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. તો બીજી બાજુ કોવિડ ટાસ્કફોર્સ મેમ્બરના નિવેદને ગુજરાતની ચિંતા વધારી છે. તેઓએ જણાવ્યું કે, ઓમિક્રોનના (Entry of new sub variant) નવા સબ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.2 સામે આવ્યો છે. જેના કારણે આગામી બે અઠવાડિયામાં રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવશે.

ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના ડૉ તુષાર પટેલે જણાવ્યું કે, ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરીઅન્ટ ગુજરાતમાં એન્ટ્રીથી ખતરો (Entry of new sub variant) વધ્યો છે. વિશ્વના 40 દેશોમાં જોવા મળેલો ઓમિક્રોનનો આ સબ વેરિએન્ટ ગુજરાતમાં જોવા મળ્યો છે. આ નવો વેરિએન્ટ એટલો ઘાતક નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, રાજયમાં આગામી આઠ દિવસમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળશે. જો કે, કોરોનાથી લોકોને ડરવાની જરુર નથી પરતું સાવચેતી રાખવી ખુબ જ જરુરી છે.

WHO કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટને “વેરિએન્ટ ઑફ કંસર્ન” ગણાવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BA.2 પણ ઘાતક નીવડશે. જો કે વૈજ્ઞાનિકો કોરોના મહામારીની વર્તમાન સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 13,805 કેસ નોંધાયા હતા અને 13469 લોકો સાજા થયા છે. જયારે 25 લોકો કોરોના સામે જંગ હારી ગયા છે. જો કે,સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજયમાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ છે. મોટા ભાગના દર્દીઓ કોરોનાની હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. જયારે હવે હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

Your email address will not be published.