અમદાવાદમાં રોગચાળાએ વધારી ચિંતા, સ્વાઇન ફ્લૂના 30 કેસો નોંધાયા

| Updated: August 2, 2022 5:52 pm

અમદાવાદમાં વરસાદ રોકાઇ જતા સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થયો છે.જુલાઇ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.એક જ મહિનાની અંદર 30 કેસ નોંધાતા તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે આ સાથે કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક મોત થયું હોવાનું પણ નોંધાયું છે.

આ સાથે બીજા રોગોમાં પણ વધારો થયો છે મેલેરિયા, ટાઈફૉઈડ, કમળાના કેસોમાં પણ વધારો થયો છે.આ મહિનાની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના 98 કેસ નોંધાયા છે અને ઝેરી મેલેરિયાના 2 કેસ નોંધાયા છે.માસમાં 43 અને ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા છે.ટાઇફોઇડ અને કમળાના કેસોમાં વધારો થયો છે.


ભારે વરસાદના કારણે હોસ્પિટલની કેસ બારીએ કેસ કઢવવા માટે લાંબી લાઇનો લાગી છે.મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે હવે બિમારી જાણે પુરા અમદાવાદમાં ફેલાઇ હોય તેવું જોવા મળી રહ્યું છે.સોલા અને અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની લાઇનો જોવા મળી રહી છે.બેવડી ઋતુને કારણે વધારે બિમારી ફેલાણી હોઇ તેવું જોવા મળી રહ્યું છે.

Your email address will not be published.