બુસ્ટર ડોઝ લીધા પછી પણ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા કોરોના સંક્રમિત

| Updated: January 15, 2022 3:28 pm

ગુજરાત સહિત અનેક રાજયોમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.દેશમાં અનેક નેતાઓ સાથે અભિનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને આની સાથે હાલ એક માહિતી મળી રહી છે કે CMના સંપર્કમાં આવેલા વધુ એક નેતા પોઝિટિવ થયા છે.CM પટેલની રેલી પુરી કર્યા બાદ તેમને મળેલા પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.ગઇ કાલની જો વાત કરવામાં આવે તો શહેરમાં 296 અને ગામડાઓમાં 77 કેસ નોંધાયા છે.અને એક પણ મોત ના થયું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં આજે ફરી CMના સંપર્કમાં આવેલા વધુ એક નેતા પોઝિટિવ થયા છે. જ્યાં CM પટેલની રેલી પુરી કર્યા બાદ તેમને મળેલા પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે

2 દિવસ પહેલા જ વજુભાઇએ રસીનો બુસ્ટર ડોઝ લીધો હતો અને આમ છતા તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે.અત્યાર સુધીના ભાજપના પાંચ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.અને આની સાથે સિવિલમાં અત્યારસુધીમાં કુલ 13 તબીબો અને નર્સિંગ સ્ટાફ કોરોનાની ઝપટેમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે.

કામના ભારણને કારણે પહોંચી શકાયું નથી તેવું નહિ બને. જેને જરૂર છે ત્યાં રોજેરોજ આરોગ્ય કર્મીઓ અને તબીબો ધરે જશે અને સારવાર માટેની તમામ કાર્ય કરવામાં આવશે અને લોકોને મદદ કરાશે.

Your email address will not be published. Required fields are marked *