વરસતા વરસાદમાં પણ સેનાના જવાનોનો હોંસલો બુલંદી પર

| Updated: August 2, 2022 5:02 pm

રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા નડાબેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં સોમવારને છોડીને દરરોજ સાંજે દેશના જવાનો દ્વારા પરેડ રજૂ કરવામાં આવે છે.

આ પરેડ દરમ્યાન દેશભક્તિનો માહોલ જામે છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ ભરથી લોકો આ પરેડને નિહાળવા માટે પહોંચતા હોય છે. સેનાના આ જવાનો દ્વારા જે પરેડ કરવામાં આવે છે તે પરેડ દરમ્યાન સેનાનાના જવાનોનો હોંસલો એટલો બુલંદ હોય છે કે જવાનો મોસમની પણ પરવાહ કરતાં નથી. ગમે તેવો મોસમ હોય પણ ભારત માતાના સપૂતો જે જોશ અને જુસ્સાથી પરેડ કરે છે તે જોઈને સહુ કોઈ દંગ રહી જાય છે.

તાજેતરમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને સરહદી વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદમાં જ્યાં સામાન્ય લોકો આશરો શોધતા હોય છે તેવામાં આ જવાનો તેમની પરેડ ચાલુ રાખી રહ્યા છે અને પરેડ દરમ્યાન કોઈ પણ ભૂલ પણ જોવા નથી મળતી! એટલો જ જોશ અને એટલો જ જુસ્સો વરસતા વરસાદમાં જોવા મળી રહ્યો છે. સેનાના જવાનો દ્વારા વરસતા વરસાદ દરમ્યાન કરવામાં આવેલી પરેડ જોઈને તમે પણ સેનાના જવાનોના કાયલ થઈ જશો.

Your email address will not be published.