બોલીવુડના ફેવરિટ કપલમાંથી એક ટાઈગર શ્રોફ અને દિશા પાટની ગણાતા હતા.જેમાં લોકોને આ બન્નેની જાડી ખૂબ જ પસંદ આવી રહી છે.પરંતુ હવે લોકોને આ જોડી સાથે જોવા નહી મળે.કેમકે તેઓ અલગ થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે.
તેમના સંબધો છ વર્ષ જુના હતા તેમના આ અલગ થવાના સમાચાર સાંભળીને ચાહકોમાં આઘાતમાં હશે.પરંતુ તેમનુ બ્રેકઅપ થઈ ગયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે.જોકે તેઓએ કયારે પોતાના સંબધોને લઇને જાહેરાત કે સ્વિકાર કર્યો ન હતો પરંતુ બન્નેનો અંદાજ કઇ અલગ જ હતો.
તેઓ ધણી વાર ઈવેન્ટ્સ, પાર્ટીઝ, ડિનરમાં સાથે જોવા મળ્યા હતા.અને લોકોમાં તેઓની જોડી જાણીતી હતી.હાલ તો તેમણે બ્રેકઅપ કર્યા પછી પણ કોઇ સાથે સંબધમાં આવ્યા નથી.પરંતુ તે નક્કી છે કે હાલ તેઓ અલગ છે.પરંતુ વચ્ચે એવી વાત પણ ફેલાઇ રહી છે કે તેઓ મિત્ર રહેશે.
આ સાથે તેઓ હજુ એક બિજાને સોશિયલ મીડિયા પર ફોલો કરી રહ્યા છે.અને એકબીજાની ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે.જેના કારણે એવું કહી શકાય કે તે લવ સંબધમાં નથી પરંતુ તે હવે કદાચ મિત્રો તરીકે રહેતા હશે
બ્રેકઅપ કરી લીધા હોવા છતા તેઓએ તેની અસર કામમાં નથી પડવા દીધી.ટાઈગર પોતાની આગામી ફિલ્મનું લંડનમાં શૂટિંગ કરે છે.અને અલગ થવુ તે તેમનો અંગત નિર્ણય છે પરંતુ તેમના ચાહકોને જટકો લાગ્યો છે.