માઉન્ટ આબુમાં માઇનસ 3 ડિગ્રી તાપમાન

| Updated: January 25, 2022 1:22 pm

સિરોહી જિલ્લાના પહાડી પ્રવાસી નગર માઉન્ટ આબુમાં જ્યાં છેલ્લા 2 દિવસથી તાપમાન માઈનસમાં ચાલી રહ્યું છે, ત્યારે આજે પણ શહેરનું લઘુત્તમ તાપમાન -3 ડિગ્રી નોંધાયું છે. કડકડતી ઠંડીથી બચવા માટે બોનફાયરનો ઉપયોગ કરી રહ્યા છે.તાપમાનમાં ઘટાડા બાદ જ્યાં માઉન્ટ આબુની ખીણોમાં હવામાન બદલાયું છે ત્યાં ઠંડીની અસર અહીં પણ જોવા મળી રહી છે જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ થઈ ગયું છે. જેમાં સવારે નક્કી તળાવ પર પાર્ક કરાયેલી કાર, મેદાનો અને બોટની છતમાં બરફના થર જામી ગયા હતા.

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજસ્થાનમાં શીતલહેર આવવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. જેની અસર હવે માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 3 ડિગ્રી થઈ જવાને કારણે સમગ્ર પંથકમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. એટલું જ નહીં પણ નળનું તેમજ ટાંકીનું પાણી પણ થીજી ગયું હતું. એટલું જ નહીં, પણ હોટેલ્સની બહાર મુકવામાં આવેલાં ટેબલ ઉપર પણ બરફની ચાદર છવાઈ ગઈ હતી.

જો કે, અહીં ફરવા આવેલાં ગુજરાતીઓએ આવી ફુલ ગુલાબી ઠંડીની મજા માણતા જોવા મળ્યા હતા. અહીં રાતના સમયે તો ઠીક પણ સવારના સમયે પણ લોકો તાપણી કરતાં જોવા મળ્યા હતા. ફરવા આવેલાં પ્રવાસીઓમાંથી નાના બાળકો અને વૃદ્ધો કાતિલ ઠંડીને કારણે ધ્રુજી ઉઠ્યા હતા. બીજી બાજુ યુવાનોએ ઠંડીની ફુલ મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે, માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી સતત તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યો છે.

Your email address will not be published.