દરેક ખેલાડી ચેમ્પિયન છે: પુલેલા ગોપીચંદ

| Updated: December 24, 2021 7:04 pm

ભારતીય બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપ સ્ટેજ પર સફળતાનો એક દાયકો પૂર્ણ કરે છે ત્યારે આપણે 2011 થી 2021  દરમિયાન સાઇના નેહવાલ, પીવી સિંધુ અને હવે કિદામ્બી શ્રીકાંતના મેડલ જીતવાની ઉજવણી કરી છે.ત્યારે મારું ધ્યાન ઘણીવાર એવા ખેલાડીઓ તરફ જાય છે જેઓ એન્યુઅલ શોપીસ ઇવેન્ટ જીત્યા ન હતા. જોકે મને આશા છે કે કોઈક રીતે આ રમતે તેમના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે તેમ દેશનાં ટોચનાં બેડમિંટન પ્લેયર, સિડની ગેમ્સ ઓલિમ્પિયન, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન અને નેશનલ હેડ કોચ પુલેલા ગોપીચંદ કહે છે.

પુલેલા ગોપીચંદ કહે છે કે દેશનાં છેલ્લા એક દાયકામાં ભારતે ઉમળકાભેર સ્પોર્ટસને અપનાવ્યું છે. માતા-પિતાનો સપોર્ટ, ખેલો ઈન્ડિયા, ફીટ ઈન્ડિયા અને ટોપ્સ જેવા સરકારી અને કોર્પોરેટ કાર્યક્રમો ઉપરાંત રમતગમતને કેરિયર તરીકે સામાજિક સ્વીકૃતિ પણ મળી રહી છે જેનાથી એક સારો માહોલ સર્જાયો છે.

જોકે, જીત્યા નથી તેવા કેલાડીઓની આપણે નોંધ લેતા નથી.સ્પોર્ટસમાં એક સફળ કેરિયર શું હોય તેની વ્યાખ્યા પણ આપણે કરી શકતા નથી. રમતગમતમાં “સફળતા”ની વ્યાખ્યા મોટા ભાગે શિક્ષણ – ટોચના પર્સન્ટાઇલ અને ક્રીમ રેન્કિંગમાંથી લેવામાં આવે છે.

અન્ય ક્ષેત્રમાં લગભગ દરેક જણ સફળ થઇ શકે છે, જોકે સ્પોર્ટસમાં તેનાથી ઉલ્ટું છે.  વિપરિત પિરામિડ જેવા સ્પોર્ટસમાં આવતાં 5 ટકા કરતા પણ ઓછા લોકોને આપણે જેને “સફળતા” કહીએ છીએ તે મળે છે.

આ એવા પ્લેયર છે જેઓ ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશીપ, વર્લ્ડ કપ વગેરેમાં મેડલ જીતે છે. જ્યારે અન્યને નિષ્ફળ તરીકે ગણવામાં આવે છે, અને કોઈને કોઈ તબક્કે તેઓ સ્પોર્ટસને છોડી દે છે.તે ઘણીવાર બહુ પીડાદાયક હોય છે કેમ કે રમત-ગમત પછીના કારકિર્દીનાં  વિકલ્પો દેખાતા નથી.

હું  પ્રોફેશનલ સ્પોર્ટસ ટ્રેનિંગ આપું છું. હું ઘણા એવા ખેલાડીઓનાં સંપર્કમાં આવું છું જે આખરે નિષ્ફળતાનાં લેબલવાળી સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે. તે જોઇને મને દુઃખ થાય છે, કારણ કે હું જોઈ રહ્યો હતો કે જ્યારે અદિતિ મુટાટકર અથવા તન્વી લાડ સાઈના અને સિંધુની જેમ સખત મહેનત કરે છે. એક કોચ તરીકે હું તેમને કહી શકું છું કે તેઓ મેડલ ન જીતી શક્યા તે માટે તેમનાં પ્રયત્નો અથવા આવડતનો અભાવ જવાબદાર ન હતા.

જીત્યા વિના, નિષ્ફળતાઓ પછી સ્પોર્ટ્સને છોડી દેતાં ખેલાડીઓએ એક દાયકાથી વધુ સમયનો ભોગ આપ્યો હોય છે.તેમના જીવનના શ્રેષ્ઠ વર્ષો, પૈસા અને મહેનત – જેને ભરપાઇ કરવાનો કોઇ વ્યવહારિક ઉપાય નથી.

હાલમાં, ભારતમાં આપણી તમામ શક્તિઓ 5  ટકા ચુનંદા લોકો પર કેન્દ્રિત છે, જેઓ સફળતાની વ્યાખ્યામાં ફીટ બેસે છે.જ્યાં સુધી તમે જીતતા નથી ત્યાં સુધી તમે ચેમ્પિયન નથી એવી માન્યતા ભ્રામક છે. તમે રમતગમતમાં ભાગ લો છો તે જ તમને ચેમ્પિયન બનાવે છે અને તે સ્વીકારવાની જરુર છે.

હું છેલ્લા સાડા ત્રણ દાયકાથી સ્પોર્ટ્સની ઇકોસિસ્ટમનો ભાગ રહ્યો છું. પરંતુ સ્પોર્ટ્સ વિશેની મારી પોતાની સમજ ઘણી વખત બદલાઈ ગઈ છે. ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે હું કેટલીક વાર કેટલો અપરિપક્વ હતો.

આપણે શિક્ષણ અને રમતગમતને અલગ-અલગ લેન્સથી જોવાની જરૂર છે. આજે શાળાઓ તેમના વિદ્યાર્થીઓના લગભગ 100  ટકા માર્કસ અથવા 100 ટકા પાસ આઉટનું ગૌરવ લે છે. જ્યાં બધા ખુશ હોય છે કે બધા સફળ થયા છે.

હવે, રમતને જુઓ, જ્યાં મેડલ એ સફળતાનો એકમાત્ર માપદંડ છે. ઓલિમ્પિક ચેનલ ગર્વથી કહે છે કે એક હજાર રાષ્ટ્રીય મેડલ વિજેતાઓ, 100  ઓલિમ્પિયનો ભાગ લે ત્યારે એક ગાલ્ડ મેડલ વિજેતા બને છે.

એક ચેમ્પિયનને તાજ પહેરાવવા માટે તે 999 લોકોની જિંદગી સાથે ગરબડ કરે છે.સ્પોર્ટ્સ માટે આવી જાહેરાત અયોગ્ય છે જ્યાં આનુવંશિક રીતે સજ્જ  યુસૈન બોલ્ટ, જેમાં કોઈ શંકા નથી કે તેણે ખૂબ જ સખત મહેનત કરી હતી, તે એકમાત્ર વ્યક્તિ હશે જે 100  મીટરની સ્પ્રિન્ટ્સમાં સફળતા મેળવી શકશે.

શિક્ષણમાં લોકો બોર્ડના પરિણામોથી આગળ વધે છે. મારા જેવા લોકો કે જેઓ પ્રોફેશનલ સ્પોર્ટસ ટ્રેનિંગ સાથે સાથે સંકળાયેલા છે, તેઓ લાચારીથી આ બધુ જોઇ રહ્યા છે. શાળામાં, વિદ્યાર્થીઓ સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતાની ભાવનાથી આગળ વધે છે જ્યારે, રમતગમતમાં, લોકો જ્યારે નિષ્ફળ જાય છે, ત્યારે હતાશ થઈ જાય છે અને કડવાશ સાથે તે છોડે છે.આ સંખ્યા ઘણી વખત વધારે હોય છે કારણ કે પોડિયમ સુધી માત્ર ત્રણ જ પહોંચે છે.

રમતગમત આપણને જીવનનાં મૂલ્યો શિખવે છે, પછી તે “નિષ્ફળતા” વિશેનો બોધપાઠ હોય કે આપણા સ્વાસ્થ્ય,શરીર અને મનની વિશાળ સંભાવનાઓ હોય કે પછી  આનંદ અને પુનઃસર્જન માટે આપણી ક્ષિતિજો ખોલવાની હોય. તેના માટે આપણે બધાને રમત રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

શિસ્ત, સખત મહેનત,બુદ્ધિમત્તા, આયોજન અને ટીમ વર્ક આપણને રમવા માટે કારણો આપે છે. અમુક સમયે, જ્યારે ખબર પડે કે ટોચના 5  ટકામાં સ્થાન મળવાનું નથી ત્યારે સારી રીતે તેમાંથી બહાર નીકળી જવું મહત્વપૂર્ણ છે. હું જાણતો હતો કે મારો રમવાનો સમય પૂરો થઈ ગયો છે, તેથી યોગ્ય સમયે કોચિંગને અપનાવી લીધું.

સારી સંસ્થાઓનાં સકારાત્મક, રચનાત્મક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય છે. પરંતુ સ્પોર્ટ્સમાં એવી સંસ્થા જેવી છે કે જેણે લોકોને કાઢી મૂક્યા હોય છે અને અને લોકો-ખેલાડીઓનું વલણ નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓ જેવું હોય છે. સ્પોર્ટ્સમાં અનેક હકરાત્મક બાબતો છે.પરંતુ આપણા દેશ અને વિશ્વમાં સ્પોર્ટ્સનું એક એવું મોડલ હોવું જોઇએ જે ટકી શકે.

જે 95 ટકા લોકો સ્પોર્ટ્સ છોડીને અન્ય કારકિર્દીમાં સફળ થયા છે તેમની સફળતાને ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનની જેમ ઉજવવી જોઇએ.નહિંતર આપણે આપણાં બાળકોને સ્પોર્ટ્સમાં જવાની મંજૂરી આપીને માનવ ક્ષમતામાં રોકાણ કર્યું છે તે ગુમાવી દઇશું.

 મેં સીઈઓ, નોકરિયાતો, રાજકારણીઓ અને અન્ય ક્ષેત્રોના લોકોને રમતના ગુણોને તેમનામાં આત્મસાત કરતા જોયા છે .તેમાંથી મોટાભાગના તેમના યુવાનીનાં  દિવસોમાં રમ્યા હતા. તે લોકો અને રમત સાથેના તેમના નાતાને આપણે ઉજવવા પડશે, જેથી  95 ટકા લોકો જે પોડિયમ સુધી નહીં પહોંચે, તેને નિષ્ફળતા તરીકે જોશે નહીં.

“વર્લ્ડ ચેમ્પિયન” અને પાસ માર્કસ અથવા પ્રમોશનના માપદંડની ફરી વ્યાખ્યા કરવી પડશે. ટોપ્સ યોજનાને હવે બોટમ્સ સમકક્ષ કરવાની જરૂર છે. દરેક વ્યક્તિ એક પરીકથાને લાયક છે અને જરુરી નથી કે તે તમામની કથાનો અંત પોડિયમ પર થાય.

સરકારનો આદેશ : હવે ટેલિકોમ કંપની 2 વર્ષ સુધી તમારો કોલ રેકોર્ડ સાચવશે

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ યુનિફાઈડ લાઇસન્સ કરારમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં ટેલિકોમ અને ઈન્ટરનેટ સેવા પ્રોવાઇડર્સ તેમજ અન્ય તમામ ટેલિકોમ લાઇસન્સધારકોને વર્તમાન એક વર્ષની પ્રથાને બદલે ઓછામાં ઓછા બે વર્ષ સુધી કોમર્શિયલ અને કોલ ડિટેઈલ રેકોર્ડ જાળવવા જણાવ્યું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, વધારાનો સમય બહુવિધ સુરક્ષા એજન્સીઓની વિનંતીઓ પર આધારિત હતો.તો 2 વર્ષ સુધી કોલ રેકોર્ડ સાચવામાં આવશે,તેની સાથે જ તેમની સાથે જ DoT એ ઓપરેટરો સાથે કરેલા લાયસન્સ કરારના ક્લોઝ નંબર 39.20 હેઠળ, બાદમાં સીડીઆર અને આઈપી ડિટેઈલ રેકોર્ડ્સ સહિતના રેકોર્ડને ઓછામાં ઓછા એક વર્ષ માટે લાઈસન્સર દ્વારા ચકાસણી માટે સાચવવા પડશે અને સુરક્ષા કારણો,” અને લાઇસન્સર આ રેકોર્ડ્સના સંદર્ભમાં” સમય-સમય પર દિશાઓ અને સૂચનો જારી કરી શકે છે. કોઇ પણ પુરાવા માટે વધુને વઘુ અને ઓછામાં ઓછો સમય એક વર્ષ સુધીનો લાગતો હોવાથી હવે 2 વર્ષ સુધી તમારો ડેટા સાચવી રાખવામાં આવશે. 

એક વર્ષ બાદ પણ ડેટાની જરૂર છે. કારણ કે, મોટાભાગની તપાસ પૂર્ણ થવામાં તેના કરતા વધુ સમય લાગતો હોય છે. અમે તમામ સેવા પ્રદાતાઓ સાથે મીટિંગ કરી હતી. જેઓ વિસ્તૃત અવધિ માટે ડેટા રાખવા માટે સંમત થયા હતા. DoTના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. DoT એ ઓપરેટર્સ સાથે કરેલા લાયસન્સ કરારના ક્લોઝ નંબર 39.20 હેઠળ બાદમાં સીડીઆર અને આઈપી ડિટેઈલ રેકોર્ડ્સ (આઈપીડીઆર) સહિતના રેકોર્ડને ઓછામાં ઓછા એક વર્ષ માટે લાઈસન્સર (જે DoT છે) દ્વારા સુરક્ષા કારણોસર ચકાસણી માટે સાચવવા પડશે અને લાઇસન્સર આ રેકોર્ડ્સના સંદર્ભમાં “સમય-સમય પર દિશાઓ અને સૂચનો જાહેર કરી શકે છે”. 

લાયસન્સની શરતએ પણ આદેશ આપે છે કે, સીડીઆર મોબાઇલ કંપનીઓ દ્વારા કાયદાનો અમલ કરતી એજન્સીઓને અને વિવિધ અદાલતોને તેમની ચોક્કસ વિનંતીઓ અથવા દિશાનિર્દેશો પર પ્રદાન કરવામાં આવે, જેના માટે એક નિર્ધારિત પ્રોટોકોલ છે.

એક સત્તાવાર નિવેદનમાં, સંચાર મંત્રાલયે તે પછી કહ્યું હતું કે“કોઈપણ વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન નથી. કોઈ અંગત વિગતો એકત્રિત કરવામાં આવતી નથી. કોઈપણ ફોન નંબરનું કોઈ ટ્રેકિંગ નથી.” તેમાં કહેવામાં આવ્યું છે કે “ટેલિકમ્યુનિકેશન નેટવર્કની સેવાની ગુણવત્તા, કોલ ડ્રોપ્સ, ઇકો, ક્રોસ કનેક્શન્સ, અપૂર્ણ અથવા નબળા કૉલર અનુભવ” સંબંધિત “અસંખ્ય ફરિયાદો” ને સંબોધવા માટે કૉલ્સનો ડેટા માંગવામાં આવ્યો હતો જેને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સાથે જ ઈન્ટરનેટ સેવા પ્રોવાઇડર્સ તેમજ અન્ય તમામ ટેલિકોમ લાઇસન્સધારકોને વર્તમાન એક વર્ષની પ્રથાને બદલે ઓછામાં ઓછા બે વર્ષ સુધી કોમર્શિયલ અને કોલ ડિટેઈલ રેકોર્ડ જાળવવા જણાવ્યું છે. તો બીજી તરફ કોઇએ ચિંતા ના કરવી જોઇએ.તમારા ડેટાનો કોઇ દુરઉપયોગ નહી થાય કે પછી કોઇ રીતે પણ લીક નહી થાય

Your email address will not be published.