રાજયમાં વધી રહેલા કોરોના કેસને લઈ સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. હજી પણ કેટલાક લોકો કોરોનાના નિયમોનું પાલન નથી કરી રહ્યા. ત્યારે આજે કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચના આપી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ જાહેરમાં થતા કાર્યક્રમોમાં હાજરી ન આપવા માટે સૂચના આપી દીધી છે. વધુમાં તેઓએ તમામ મંત્રીઓને કોરોના ગાઈડલાઈનનું કડક પાલન કરવા માટે જણાવ્યું છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સરકારે ગત રોજ નવી ગાઈડલાઈન પણ જાહેર કરી હતી. જેમાં તેઓએ લગ્નમાં 150 લોકોને જ મંજૂરી આપી હતી અને જાહેરમાં પણ 150 લોકોની જ સંખ્યમાં કાર્યક્રમ કરવા માટે જણાવ્યું હતું.
રાજય સરકારે જાહેર કરેલ નવી ગાઈડલાઈન આજથી 22 જાન્યુઆરી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સાથે તેઓએ રાત્રિ કફર્યૂના સમયમાં હાલ કોઈ ફેરફાર કર્યો નથી. જે પણ વ્યક્તિ રાત્રિ કફર્યૂમાં કામ વિના બહાર લટાર મારતો દેખાશે તો તેની સામે કાયદારીય કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે, થોડાક દિવસોમાં લગ્નની સિઝન શરુ થવા જઈ રહી છે. જેમાં ઘણા પરિવારે તમામ તૈયારીઓ પણ કરી દીધી છે. જો કે, સરકાર દ્વારા પહેલા 400 લોકોને પરવાનગી આપવામાં આવી હતી જે હવે ઓછી કરી દેતા 150 લોકોને જ મંજૂરી આપી છે.