સોલામાં યુવતીની સગાઈ થતા નારાજ પૂર્વ પતિએ મંગેતરને ફટકાર્યો

| Updated: April 21, 2022 9:27 pm

યુવતીએ છુટાછેડા લીધા બાદ એક યુવક સાથે સગાઈ કરી હતી. જો કે નારાજ થયેલા પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ યુવતીના મંગેતરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

ખાનગી બેંકમાં ક્લેકશન વિભાગમાં ફરજ બજાવતા રાકેશ દેસાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં મેહુલ દેસાઈ અને તેના ભાઈ રાહુલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા એવી રજુઆત કરી છે કે, સોલામાં કારગીલ ચાર રસ્તા પાસે આવેલા સલૂનમાં રાકેશ ગયો હતો ભીડ હોવાથી બહાર બેઠો હતો. દરમિયાન મેહુલ તેનો ભાઈ રાહુલ સહિત ત્રણ શખ્સો આવ્યા હતાં. મેહુલ તે રસીલા સાથે કેમ સગાઈ કરી, આ રસીલાની જિંદગી મારે બરબાદ કરી નાખવાની છે. તેમ કહી અપશબ્દો બોલતો હતો.

રાકેશે અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીઓ લાકડી અને બેઝબોલથી મારમારવા લાગ્યા હતા. જતા જતા મેહુલે રસીલાને છોડી દે જે, નહીં તો તમને બન્નેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. રાકેશના અગાઉની પત્નીથી અને રસીલાના મેહુલથી છૂટાછેડા થયા બાદ બન્નેએ ગત તા 25 માર્ચના રોજ સગાઈ કરી હતી. આ બાબતથી રસીલાનો પૂર્વ પતિ મેહુલ નારાજ હતો. સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.