ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ: 12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો

| Updated: January 11, 2022 11:52 am

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં ઠંડીનો અનૂભવ થાશે.આ આ આગાહી સાચી પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.હાલ બે દિવસથી કડકતી ઠંડીનો (Cold) અનૂભવ થઇ રહ્યો છે.કાલથી બે દિવસથી કાતિલ ઠંડી (Cold) પડી રહી છે.

તાપમાન ગગડતાંની સાથે જ ગુજરાત લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે.12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જોવા મળ્યો હતો.અને તેની સાથે અમદાવાદમાં પણ ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.હવામાન વિભાગ દ્વારા હજુ આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે તેવી માહિતી આપવામાં આવી છે.

રાજયમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની સાથે લોકોએ આ ઠંડીથી (Cold) બચવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.કેટલાક લોકો તાપણા કરીને ઠંડીથી બચી રહ્યા છે.અને કેટલાક લોકો મોર્નિંગ વોક કરીને ઠંડીથી બચી રહ્યા છે.હજુ આવનારા દિવસો ઠંડીથી (Cold) પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છના વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. કાલની જો વાત કરવામાં આવે તો કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડું જોવા મળ્યું હતું.અને તેની સાથે જો જુનાગઢની વાત કરવામાં આવે તો 7 ડીગ્રી જોવા મળ્યું હતું અને ગિરનાર પર 2 ડીગ્રી નોંધાયું છે.

આગામી બે દિવસ રાજ્યમાં બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભાવનગર, અમરેલી, કચ્છમાં કાતિલ ઠંડી(Cold)પડશે તેવી હવામાન વિભાગ દ્નારા આગાહી કરવામાં આવી છે.

Your email address will not be published.