બાળકો માટે રસી આવી ગઈઃ 2-18 વર્ષના બાળકોને મળશે આ રસી

| Updated: October 12, 2021 6:22 pm

ભારતમાં બાળકોને કોરોનાથી બચાવવા માટે રસી આવી ગઈ છે. નિષ્ણાતોની પેનલે કરેલી ભલામણ પ્રમાણે 2થી 18 વર્ષના બાળકોને આ વેક્સિન આપી શકાશે.

વિસ્તૃત તપાસ હેઠળ કમિટિએ 2થી 18 વર્ષના બાળકો માટે ઇમરજન્સીની પરિસ્થિતિમાં કોવેક્સિનના ઉપયોગની ભલામણ કરી છે જે ચોક્કસ શરતોને આધિન હશે.

સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ (એસઈસી)એ ડેટાની તપાસ કરી હતી અને ઇયુએની અરજી અંગે વિચારણા કરી હતી.

દેશના તબીબી સમુદાયે આ પગલાંને આવકાર્યું છે. આઇએમએના પ્રમુખ ડો. જે. એ. જયલાલે કહ્યું કે બાળકો અત્યારે તેમનું સામાજિક જીવન પાછું મેળવે તે જરૂરી છે.

હાલમાં ઝાયડસ કેડિલાની એક રસી પહેલેથી છે. તે ઉપરાંત નવી રસી આવવાથી બાળકોને કોરોના સામે રક્ષણ આપવામાં સહાયતા મળશે.

આ રસીને નિયમિત ઉપયોગ માટે મંજૂરી મળશે તો દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને ટેકો મળશે.

ગયા સપ્તાહમાં રસી ઉત્પાદક ભારત બાયોટેકે કહ્યું હતું કે તેમણે બાળકોમાં વેક્સિનના ટ્રાયલ અંગે તમામ ડેટા સોંપી દીધો છે.

એસઈસીએ દેશમાં ડ્રગ રેગ્યુલેટર આવતી ડોક્ટરોની સમિતિ છે અને તેણે ટ્રાયલ્સને મંજૂરી આપી છે.

વાંચો સંસ્કારી નગરી વડોદરાને કોની નજર લાગી

Your email address will not be published. Required fields are marked *