રુપિયો ગબડીને સૌથી નીચી સપાટીએ પહોંચવાનું કારણ શું?

| Updated: June 23, 2022 11:02 am

વૈશ્વિક મંદીની આશંકાથી બુધવારે રૂપિયો ડોલર સામે ગબડીને અત્યાર સુધીની સૌથી નીચી સપાટી 78.38 પર પહોંચ્યો હતો, જેના કારણે યુએસ ફેડરલ રિઝર્વના સભ્યએ દુનિયાનાં મોટા અર્થતંત્રમાં તાત્કાલિક આર્થિક મંદીની સંભાવનાને સ્પષ્ટપણે નકારી કાઢ્યાના માત્ર બે દિવસ પછી જ રોકાણકારો પર સિક્યોરિટીઝને નવેસરથી વેચવાનું દબાણ વધાર્યું હતું.

માર્કેટનાં સુત્રોએ જણાવ્યું હતું કે,રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ અનેક સરકારી બેન્કોનો ઉપયોગ કરીને સ્પોટ અને ફોરવર્ડ-માર્કેટ ઇન્ટરવેન્શનના મારફતે આશરે 1.5 અબજ ડોલરનું વેચાણ કર્યું હોવાનો અંદાજ છે.
રૂપિયો બુધવારે 0.4 ટકા ઘટ્યો હતો અને ફિલિપાઇન્સ પેસો અને થાઇ બાહટ પછી ત્રીજુ સૌથી ખરાબ દેખાવ કરનાર એશિયન ચલણ હતો. 13 જૂનના રોજ, લોકલ યુનિટ 78.28/ડોલરની સપાટીએ પહોંચ્યું હતું, જે તેની અગાઉની વિક્રમી નીચી સપાટી હતી.

બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર – ટ્રેઝરી શુશાંત મોહંતીએ જણાવ્યું હતું કે, રોકાણકારોમાં આત્મવિશ્વાસનો અભાવ છે જેઓ કોઈ પણ નવું રોકાણ કરતાં ખચકાય છે. ભારતમાંથી ફંડના આઉટફ્લોના માહોલ વચ્ચે રૂપિયો નીચી સપાટીને સ્પર્શતા અસ્થિર રહેવાની સંભાવના છે. જ્યાં સુધી ઓઇલનાં ભાવમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી વૈશ્વિક મંદીની આશંકા નાણાકીય બજારો રહેશે.

ક્લેવલેન્ડ ફેડના પ્રમુખ લોરેટ્ટા મેસ્ટરે રવિવારે જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ મંદીની આગાહી કરશે નહીં, જેના કારણે માર્કેટમાં ખુશીનો માહોલ છવાયો છે. પરંતુ સૂચકાંકો અને વિનિમય દરોએ ખુશી સામે આશંકા જન્માવી છે કેમકે યુ.એસ.માં મંદીનો ભય પહેલા ક્યારેય ન હતો તેટલો સાચો લાગી રહ્યો છે.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહ્યા છે. તેલ ઉત્પાદક રાષ્ટ્રોની સર્વોચ્ચ સંસ્થા ઓપેક ઉત્પાદન વધારવાનો નિર્ણય કરશે ત્યારે જ તેમાં ઘટાડો થવાની શક્યતા છે. વળી, એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે અમેરિકા તેલ ઉત્પાદક મોટા દેશ ઈરાન પર પ્રતિબંધ હળવા કરીશકે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છેલ્લા ચાર સપ્તાહમાં 105-125 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં જોવા મળી રહ્યું છે.વૈશ્વિક સ્તરે ઓઇલના ઊંચા ભાવ ભારતના અર્થતંત્ર માટે નુકસાનકારક છે, કારણ કે દેશ તેની તેલની જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે.
ચાલુ વર્ષે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ સ્થાનિક સિક્યોરિટીઝમાં 28.48 અબજ ડોલરની ચોખ્ખી વેચવાલી કરી હતી, તેમ એનએસડીએલના ડેટા દર્શાવે છે.

કોટક સિક્યોરિટીઝના કરન્સી એનાલિસ્ટ અનિંદ્યા બેનર્જીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બેન્ક ડોલર સામે રૂપિયાના નુકસાનને ઘટાડો કરવા પ્રયાસ કરી રહી છે.જોકે ભારત દુનિયાભરનાં માર્કેટમાં જોવા મળતા વલણોથી મુક્ત રહી શકે તેમ નથી.

સેન્ટ્રલ બેંકે બે રીતે કરન્સી માર્કેટમાં દરમિયાનગીરી કરી છે. કેટલીક બેન્કો ડોલરનું સ્પોટ વેચાણ કરતી જોવા મળી હતી, પરંતુ તેઓ બાય-સેલ સ્વેપ્સ દ્વારા તેને ટેકો આપી રહ્યા હતા. આ પગલું ફોરેક્સ અનામતને સુરક્ષિત કરે છે અને સિસ્ટમમાં રૂપિયાની પ્રવાહિતા જાળવવામાં મદદ કરે છે.

એક મહિનાનો બ્લૂમબર્ગ વોલેટિલિટી ઇન્ડેક્સ ડોલર-રેન્મિનબી ગેજમાં 26-બેસિસ પોઇન્ટના વધારાની સામે 17 બેસિસ પોઇન્ટ વધ્યો હતો, એમ ઇટીઆઇજી ડેટા દર્શાવે છે.

એક બેસિસ પોઇન્ટ 0.01 ટકા છે.
બેન્ક ઓફ અમેરિકાના એફએક્સ સ્ટ્રેટેજિસ્ટ અભય ગુપ્તાએ જણાવ્યું હતું કે, રૂપિયો અમારી અપેક્ષાથી વધુ નબળો પડી રહ્યો છે અને હજુ વધુ અવમૂલ્યનનું જોખમ છે. કેમકે ખાસ કરીને ઓઇલનાં ઉંચા ભાવ અને અન્ય કોમોડિટીઝને કારણે વધુ ગબડ્યો છે.

બેંક ઓફ અમેરિકા માને છે કે કેલેન્ડર વર્ષના અંત સુધીમાં રૂપિયો 81 ને સ્પર્શી જશે, જે અગાઉ 79 હતો. રૂપિયો આ મહિને તેના રેન્કિંગમાં ગબડી રહ્યો છે. જૂનમાં, તેણે લગભગ એક ટકા પોઇન્ટ ગુમાવ્યો હતો અને પાંચમું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એશિયન ચલણ બન્યો હતુો. લગભગ એક અઠવાડિયા પહેલા જ, તે એશિયામા બીજા ક્રમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતું યુનિટ હતું, જેણે ગ્રીનબેક સામે લગભગ અડધા ટકા પોઇન્ટ ગુમાવ્યા હતા, જે ચાઇનીઝ રેનમિન્બી કરતા આગળ હતું.

Your email address will not be published.