અમદાવાદમાં આગામી ચાર દિવસમાં હાડ થીજાવતી ઠંડી પડશે: હવામાન વિભાગ

| Updated: January 23, 2022 1:09 pm

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ઠંડા પવનો ફુંકાતા વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં અમદાવાદમાં પારો 7 ડિગ્રી નીચે જાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આગામી આગામી પાંચ દિવસ રાજયના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ ઠંડા પવનો ફુંકાવવાની શક્યતા છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી ઘટી શકે છે. જો કે, અમદાવાદ અને ગાંધીનગરમાં 7 ડિગ્રી તાપમાનની શક્યતા છે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે.

વધુમાં જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ 23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે. તેમજ બેથી ત્રણ દિવસ ઠંડીનો પારો 7થી 8 ડીગ્રી પહોંચવાની શક્યતા હોવાથી રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાન ગગડતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે.

અમદાવાદમાં આજનું તાપમાન 19.9 ડિગ્રી નોંધાયુ હતુ. ગત શનિવારના રોજ દાહોદ, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, સુરત, ભાવનગર, અમરેલી, રાજકોટ, દેવભુમિ દ્વારકા અને કચ્છ પંથકમાં હળવા વરસાદની આગાહી કરી હતી. આ આગાહીને પગલે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Your email address will not be published.