ભારે ગરમીનાં દિવસો ફરી શરૂ, 3 દિવસ હીટવેવની આગાહી

| Updated: April 23, 2022 4:13 pm

રાજયમાં ફરી એક વાર હિટવેવની આગાહી(heatwave) હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે જેને લઇને લોકોને કામ વગર ધરની બહાર ના નિકળવાની સુચના આપવામાં આવી છે.

આગામી 15 દિવસ તાપમાનમાં વધારો થઇ શકે છે અને તેની સાથે IMDનાં પૂર્વાનુમાન મુજબ આગામી પાંદ દિવસમાં ઉત્તર પશ્ચિમમાં ભારતનાં મોટાભાગનાં સ્થાનો પર વધુ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.

2થી3 દિવસ પ્રી મોનસૂન ગતિવિધિઓ જોવા મળી હતી જેને લઇને તાપમાનમાં ધટાડો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.પરંતુ હવે ગરમી પડવાની હવામાન વિભાગ દ્રારા કહેવામાં આવ્યું છે.

દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધટાડો જોવા મળ્યો હતો થોડા દિવસ પરંતુ હવે ત્યાં પણ તાપમાનમાં વધારો જોવા મળશે.

ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીથી રાહત મળવાની આશા છે નહી આ સાથે હવામાન વિભાગએ વધુ માહિતી આપતા જણાવ્યું કે 26 એપ્રિલ સુધી ગરમી વધારે ગરમી પડી શકે છે.

દિલ્હીમાં પારો 44 ડિગ્રીને પાર પહોચ્યો છે અને આકરી ગરમી હજુ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે.3 દિવસની હીટવેવની(heatwave) આગાહી આપવામાં આવી છે.

દેશની રાજધાનીમાં ફરી એક વખત આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે હવામાન વિભાગ (IMD) એ આગામી સપ્તાહે અહીં પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરી છે. શુક્રવારે દિલ્હીમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જેના કારણે મોટાભાગના સ્થળોએ પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. IMD એ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના સ્થળો પર મહત્તમ તાપમાનમાં (heatwave)ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આવતા ગુરુવારે દિલ્હીમાં પારો 44 ડિગ્રીને સ્પર્શી શકે છે.

તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Your email address will not be published.