હજુ તો બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડની તપાસ ચાલી રહી છે ત્યાં વધુ એક જગ્યાથી નકલી વિદેશી દારુ બનાવવાની ફેક્ટરી ઝડપાણી છે.જોકે બરવાળા લઠ્ઠાકાંડ થયા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઇ છે અને તેમામ વેચાણ કરતા વેપારીઓને ત્યાં તવાઇ કરી રહી છે.આણંદના આંકલાવ પોલીસે બાતમીના આધારે તપાસ કરી હતી જે બાદ ભેટાસી ગામમાં દરોડો પાડી વિદેશી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપી પાડી હોવાની માહિતી મળી રહી છે.
પોલીસને બાતમી મળતાની સાથે તેઓ ભેટાસીના પરા વિસ્તારમા માંડવાપુરાની ખેતરમાં જયારે રેડ પાડવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમકે અહિંયા દેશી નહી પણ બનાવટી વિદેશી દારૂ બનાવામાં આવી રહ્યો છે.
પોલીસે સ્થળ ઉપરથી ભેટાસીના સુરેશ ઉર્ફે ચકો ભાઈલભાઈ માળીને ઝડપી લીધો હતો. સ્થળ ઉપરથી પોલીસે વિદેશી દારૂ બનાવવાના સાધનો કેમિકલ અને વિવિધ બ્રાન્ડના લેબલોવાળી બોટલો પણ કબ્જે લીધી છે.
પોલીસ દ્રારા તપાસ કરતા માહિતી મળી હતી કે છેલ્લા કેટલાય વર્ષોથી આ નેટર્વક ચાલી રહ્યું છે.તેમાં બનાવામાં આવતો કાચો માલ રાજસ્થાનથી આવતો હતો.વધુ તપાસ કરતા માહિતી મળી હતી કે 40 પેટી બનાવટી દારૂ તૈયાર કરવામાં આવતો હતો.જે બાદ બુટલેગરોને આ દારૂ સોંપવામાં આવતો હતો.હાલ પોલીસે સુરેશ માળીની ધરપકડ કરી છે.તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.