સુરતમાં બે સાઢુભાઈ વચ્ચેનો પારિવારિક ઝગડો બન્યો લોહિયાળ

| Updated: May 19, 2022 2:56 pm

સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલ હનુમાનજી મંદિરના પરિસરમાં બે સગા સાઢુ ભાઈઓ પારિવારિક ઝગડાને લઈ બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં એક બીજાને તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનામાં બનેને છોડાવવા વચ્ચે પડેલા મંદિરના મહંતને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.

સુરતના પલસાણા તાલુકાના તાંતીથૈયા ખાતે રહેતા અને કાપડના પાર્સલ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા સિપાહીલાલ રામદૂત તિવાર તેમજ તેમના સગા સાઢુભાઈ એવા શિવલાલ લલન પાંડે બને બુધવારે કામરેજ તાલુકાના ઉંભેળ ગામ ખાતે આવેક સૂર્યમુખી હનુમાજી મંદિરના પરિસરની એક રૂમમાં બને પારિવારિક ઝગડાને લઈ વાતચીત કરતા હતા. આ દરમિયાન બને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બને ઝગડો કરતા કરતા રૂમની બહાર આવ્યા હતા. જે દરમિયાન શિવલાલ પાંડેએ સિપાહીલાલ તિવારી પર તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. બંનેને છોડાવવા વચ્ચે પડેલા મંદિરના મહંત પુન્દ્રીક મિશ્રાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં સિપાહીલાલનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે મહંતને વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.ની ટીમ સ્થળ પર પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો હત્યારા સાઢુભાઈની અટક કરી લીધી હોવાની માહિતી સામે આવી રહી છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.