વરિષ્ઠ ગુજરાતી પત્રકાર કાંતિ ભટ્ટના સ્મારક ખંડ અને વાંચનાલયનું થશે ઉદ્ઘાટન

| Updated: April 15, 2022 4:11 pm

જાણીતા ગુજરાતી કોલમનિસ્ટ અને લેખક કાંતિ ભટ્ટની યાદ જીવંત રાખવા અમદાવાદ સ્થિત ભારતીય વિદ્યા ભવનના પ્રાંગણમાં સ્થાપિત, કાંતિ ભટ્ટ સ્મારક ખંડ અને વાંચનાલય હવે ઉદ્ઘાટન માટે તૈયાર થઈ ગયા છે. 

પ્રથમવાર કોઈ ગુજરાતી લેખકની યાદ કાયમ કરવા માટે વિદ્યાર્થીઓને અને સામાન્યજનોને ઉપયોગમાં આવે તેવી અનોખી સુવિધા આ બહુ-હેતુકે એવા ખંડમાં તૈયાર કરવામાં આવી છે. જીવંત સ્મારક સમા આ ખંડ અને વાંચનાલયમાં કાંતિભાઈએ જીવની જેમ જાળવેલા હજારો પુસ્તકો અને તેમના લગભગ 50,000 જેટલા વિવિધ લેખો અને જે તે વિષયને આનુસાંગિક રિસર્ચ મટેરીયલનો સંગ્રહ સ્થાપિત કરવામાં આવ્યો છે. 

ઉપરાંત આધુનિક ઓડીઓ-વિઝ્યુઅલ સાધનો સાથે સજ્જ આ ખંડમાં કાંતિભાઈના જીવનનો પરિચય  કરાવતું પ્રદર્શન, સંદેશવ્યવહારના સાધનોનું એક પ્રદર્શન અને 50 થી 75 જેટલા લોકો બેસી શકે તેવો લેક્ચર હોલ, ગ્રીન-ક્રોમા સાથે ફિલ્મ-શૂટિંગમાં ઉપયોગી બેકડ્રોપ વિ. ઉપલબ્ધ છે.  

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે પુતિનના સંરક્ષણ મંત્રીને હાર્ટ એટેક આવ્યો, શંકાના આધારે 20 જનરલની ધરપકડ

તેમના લેખોનું ડિજિટાઇઝેશન કરવાનો અને ભવિષ્યમાં એને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા માટેનો એક પ્રોજેકટ પણ અત્યારે અહીંયા પુરજોશમાં ચાલે છે. વંચનાલાય અને કાંતિભાઈના શબ્દદેહને જાણવાની આ સુવિધા ભવનના સહયોગથી તમામ લોકો માટે ખુલ્લી રહેશે, અને તે પણ નિઃશુલ્ક લોકો અહીં આવીને આ વાંચનાલયમાંથી પોતાને ગમતું પુસ્તક નિરાંતે બેસીને વાંચી શકે છે. તમામ વયના લોકોમાં પુસ્તક વાંચનને પ્રોત્સાહન મળે તે આ પ્રકલ્પનો આશય છે. અહીં કાંતિભાઈએ વસાવેલા અને હવે સહેલાઇથી ઉપલબ્ધ ન હોય તેવા અનેક પુસ્તકો પણ પ્રાપ્ય છે.

કાંતિ ભટ્ટના પત્ની અને પ્રતિષ્ઠિત પત્રકાર શ્રીમતી શીલાબેન ભટ્ટે, આ કાર્ય માટે હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કૉમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટને, અમૂલ્ય એવો કાંતિભાઈના પુસ્તકોનો સંગ્રહ અને પૂર્ણ આર્થિક સહયોગ આપ્યો છે. ભવન્સ અમદાવાદના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, સેક્રેટરી શ્રી પ્રકાશભાઈ ભગવતી અને ખજાનચી શ્રી ગૌરવભાઇ શાહે ગુજરાતીના લેખકનું અનોખું અને જીવંત સ્મારક શક્ય બનાવવા માટે જગ્યા, ઓડીઓ-વિઝ્યુઅલ સાધનો અને અન્ય તમામ સહયોગ આપ્યા છે.

આ ઉપરાંત આ ખંડનો ઉપયોગ ભવનના વિદ્યાર્થીઓને  લેક્ચર માટે, અતિથિઓના પ્રવચન, ગોષ્ઠિ, પુસ્તક વિમોચન સહિતના અનેક સાહિત્યિક અને અન્ય નાના-મોટા કાર્યક્રમ માટે વાપરી શકાય તેવી ખાસ વ્યવસ્થા પણ છે.

Your email address will not be published.