બોલીવૂડમાં કયા ગુજરાતી ડિરેક્ટર્સનો દબદબો રહ્યો છે?

| Updated: July 4, 2021 3:28 pm

ગુજરાતી ફિલ્મોને લઈને હમણાં સુધી લોકો મજાક ઉડાવતા હતા, તેમજ લોકોને ગુજરાતી ફિલ્મોમાં એટલું સારુ કન્ટેન્ટ પણ મળતું ન હતું. પરંતુ ગુજરાતી ફિલ્મોએ જાણે હવે વેગ પકડ્યો છે અને તેમાં પ્રયોગશીલતા જોવા મળે. જોકે, બોલીવૂડમાં પહેલેથી ઘણા ગુજરાતી ડિરેક્ટર્સ સક્રિય રહ્યા છે, જેમણે બોલીવૂડને ઘણી હીટ ફિલ્મો આપી છે. VoI અહીં એવા પાંચ ગુજરાતી ડિરેક્ટર્સ વિશે માહિતી આપે છે.

વિપુલ શાહ

વિપુલ અમૃતલાલ શાહ એ બોલીવૂડના ફિલ્મ પ્રોડ્યુસર તેમજ ડિરેક્ટર છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. તેઓ ઘણા ગુજરાતી થિયેટર ડ્રામાનાં પણ ડિરેક્ટર રહી ચૂક્યાં છે, જેમાથી સૌથી પ્રચલિત છે ‘દરિયાછોરુ’.  આ સાથે બોલીવૂડની ફિલ્મો આંખે, વક્ત, નમસ્તે લંડન, લંડન ડ્રિમ્સ, એકશન રિપ્લે, નમસ્તે ઇંગ્લેડ જેવી ફિલ્મોનું પણ ડિરેક્શન કર્યું છે.

અબ્બાસ – મસ્તાન

અબ્બાસ-મુસ્તાન બંનેનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ ડાયરેક્ટર, લેખક અને પ્રોડ્યુસર તરીકે જાણીતા છે. અબ્બાસ-મસ્તાને પણ પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી ફિલ્મોથી કરી હતી. અબ્બાસ-મસ્તાનની બોલીવૂડના સફરની પહેલી ફિલ્મ હતી ‘અગ્નિકાલ’. ત્યારબાદ તેમણે ખિલાડી, બાજીગર, અજનબી, બાદશાહ, કિસ કિસકો પ્યાર કરું? જેવી ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.

હંસલ મહેતા

હંસલ મહેતા ફિલ્મ ડાયરેક્ટર, લેખક, એક્ટર અને પ્રોડ્યુસર તરીકે જાણીતા છે. હસલે પોતાની કારકિર્દીની શરૂઆત ‘ખાના ખઝાના’થી કરી હતી. ત્યારબાદ જયતે, અમૃતા, શહીદ, કલાકાર, દૂરિયા, છલાંગ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી. 2013માં શહીદ ફિલ્મનાં બેસ્ટ ડાયરેકશન માટે તેમને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. તેમજ તેઓ તાજેતરમાં ચર્ચામાં રહેલી વેબસિરિઝ ‘સ્કેમ 1992’ના ડિરેક્ટર પણ હતા.

અનિસ બાઝમી

અનિસ બાઝમીનો જન્મ ગુજરાતનાં મોડાસામાં થયો હતો. તેઓ ફિલ્મ ડિરેક્ટર અને સ્ક્રીનપ્લે રાઇટર તરીકે જાણીતા છે. તેમણે પોતાની કારકિર્દી 1998માં ‘પ્યાર તો હોના હી થા’ થી કરી હતી. ત્યારબાદ ‘નો એન્ટ્રી, પ્યાર તો હોના હી થા, વેલકમ, સિંઘ ઈઝ કિંગ, રેડી, વેલકમ બેક, ભૂલભૂલૈયા 2’ જેવી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. જેમાં ‘પ્યાર તો હોના હી થા’ 4 વાર ફિલ્મફેર એવોર્ડમાં નોમિનેટ કરવામાં આવી હતી.

સંજય છેલ

ગુજરાતનાં દ્વારકા જિલ્લામાં જન્મેલા સંજય છેલ ડિરેક્ટર અને લેખક તરીકે જાણીતા છે. તેમની કારકિર્દીની શરૂઆત વન એક્ટ પ્લે ‘આડી ચાવી ઊભી ચાવી’થી થઈ હતી. ત્યારબાદ તેમણે બોલીવૂડની 25થી વધારે ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. જેમાં પહેલા નશા, ખૂબસુરત, કચ્ચે ધાગે, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની, પાર્ટનર, દિલ તો બચ્ચા હે જી જેવી ફિલ્મો તૈયાર કરી હતી.

Your email address will not be published.