શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શન કરવા દરરોજ આવતા હોય છે. તેઓને પ્રસાદ તરફથી મોહનથાળ આપવામાં આવે છે. જો કે હાલ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ માસમાં લોકો ઉપવાસ રાખતા હોય છે જેથી તેઓના ઉપવાસને ધ્યાનમાં રાખી હવે મંદિરમાં ફરાળી પ્રસાદ આપવામાં આવશે.
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સૌથી વધુ માતાજીનો પ્રસાદ વખાણાય છે. માતાજીનો પ્રસાદ લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. લોકો પ્રસાદનો આખો બોક્સ ખાઈ જતા હોય છે. મંદિરનો પ્રખ્યાત પ્રસાદ મોહનથાળ છે જેનો સ્વાદ વર્ષોથી એનો એજ છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસ હોવાથી લોકો ઉપવાસ કરતા હોય છે તેઓના ઉપવાસને ધ્યાનમાં રાખી મંદિરમાં મોહનથાળની સાથે ફરાળી પ્રસાદ પણ આપવામાં આવશે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું છે કે, જયારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારથી જે લોકો ઉપવાસ રાખે છે તેઓ માટે ફરાળી ચીક્કીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકો માતાજીના પ્રસાદમાં ફરાળી ચીક્કી લેવા માટે ભારે પડાપડી કરી રહ્યા છે. ઉપવાસ હોવાને કારણે તેઓ મોહનથાળ ખાઈ શકતા નથી. જેના કારણે ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફરાળી ચીક્કી સીંગ સાથે તલ, ખાંડના મિશ્રણથી બનાવાઇ છે.100 ગ્રામના પેકેટ રૂપિયા 25 માટે મુકવામાં આવ્યા છે.2 મહિના’ની સુધી આ પેકેટ ચાલી શકે છે.